SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ 4) પૂજા ત્રિક : -પૂજા અંગપૂજા અગ્રપૂજા ભાવપૂજા અંગપૂજા : પરમાત્માની પ્રતિમાજી ઉપર જે પૂજા કરવામાં આવે તેને અંગપૂજા કહેવાય છે. દા.ત. જલપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા (વાસક્ષેપ પૂજા, અંગરચના, વિલેપનપૂજા, આભૂષણપૂજા ઇત્યાદિનો સમાવેશ પણ અંગપૂજામાં થાય છે.) આ પૂજાને વિઘ્નોપશામિની કહેવાય છે. જે જીવનમાં આવતાં વિઘ્નોનો નાશ કરનારી અને મહાફળને આપનારી છે. વૈરાગ્યકલ્પલતા ગ્રંથમાં આ પૂજાને સમન્તભદ્રા નામથી સંબોધીને અદ્ભુત ચિત્તપ્રસન્નતા આપનારી જણાવેલ છે. અગ્રપૂજા : પરમાત્માની આગળ ઉભા રહીને જે પૂજા કરવામાં આવે છે તેને અગ્રપૂજા કહેવાય છે. દા.ત. ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવેધપૂજા અને ફળપૂજા. આ પૂજાને અભ્યુદયકારિણી કહેવાય છે, પૂજકના જીવનમાં આવતાં વિઘ્નોનો વિનાશ કરી, મોક્ષમાર્ગની સાધનામાં સહાયક એવો ભૌતિક અભ્યુદય આ પૂજા દ્વારા પ્રાપ્ત થાય છે. આ પૂજાને વૈરાગ્ય-કલ્પલતામાં સર્વભદ્રા નામથી સંબોધવામાં આવી છે. ભાવપૂજા : પરમાત્મા સામે કરાતાં સ્તુતિ, સ્તોત્ર, સ્તવન, ચૈત્યવંદન, ગીત, ગાન-નૃત્ય આદિને ભાવપૂજા કહેવાય છે. આ પૂજાને નિવૃત્તિકારિણી કહેવાય છે. ઉપરની બે પૂજાઓ દ્વારા વિઘ્નનો વિનાશ તેમ જ ભવપરંપરામાં સદા માટે અભ્યુદયની પ્રાપ્તિ થાય છે. Jain Education International અને અંતે આ પૂજા વડે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. માટે તેને નિવૃત્તિકારિણી કહેવાય છે. વૈરાગ્યકલ્પલતામાં આ પૂજાને સર્વસિદ્ધિફલા નામથી સંબોધી છે. જેમાં દેવતાઓએ કરેલા જન્માભિષેકને માનવોએ મન વડે કરવાનું સૂચન કરેલ છે. આ ત્રણેય પૂજાઓ સમ્યગ્દષ્ટિ આત્માને તો એકછત્રી પુણ્ય પ્રભુત્વ આપનારી છે. એટલું જ નહિ પણ સદ્ધર્મની પ્રાપ્તિ કરી આપનારા ગ્રંથીપ્રદેશના સામીપ્યમાં આવી ગયેલા મિથ્યાદષ્ટિ આત્માઓના જીવનનાં વિઘ્નોનો પણ નાશ કરનારી છે. પૂજા ઃ પૂજાનો મતલબ છે સમર્પણ. પ્રભુ મારું બધું જ તને સમર્પણ. જયાં પ્રેમ હોય ત્યાં સમર્પણ આવ્યા વિના રહેતું નથી. પત્ની પર પતિને પ્રેમ હશે તો બજારમાંથી જે સારી વસ્તુ લાવશે તે પહેલાં પત્નીને આપશે. પત્નીને જો પતિ પર પ્રેમ હશે તો રસોડામાં જે કંઇ સારી વેરાઇટીઝ બનાવશે એ પહેલાં પતિને ચખાડશે. પ્રેમથી જમાડશે. દીકરાને માતા પર પ્રેમ હશે તો સારી ચીજ એ માતાને વાપરવા આપશે. એમ જે ભકતને પ્રભુની ઉપર પ્રેમ હશે એ દુનિયામાં પૂજા યોગ્ય જે સારી સારી ચીજો હશે એ શકિત પ્રમાણે લાવીને પ્રભુને સમર્પિત કર્યા વિના નહિ રહી શકે. પ્રેમ એક એવી વસ્તુ છે કે એ કોઇપણ દ્રવ્ય (ચીજ)નો મીડીયા બનાવીને પ્રગટ થયા વિના રહેતો નથી. પોતાના પ્રેમની અભિવ્યકિત ચીજના મીડીયા વિના કરી શકાતી નથી. કોઇ યુવાનને કોઇ યુવતિ સાથે પ્રેમ હશે તો એ રંગબેરંગી રૂમાલો, સેંટ-અત્તરની બૉટલો, ગુલાબના ફુલો, આઇસ્ક્રીમની ડીશો, પાઉંભાજીની પ્લેટો પેલી યુવતિને ધરતો જ ૨હેશે. એને કહેવું નથી પડતું કે તું આ લાવજે કે પેલું લાવજે, સહજ રીતે એના અંતરમાં ઉલટ જાગે છે, અને એ પોતાની પ્રેમિકાને સમર્પણ કરતો રહે છે. 64 onal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy