SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ 0 પ્રણામ ત્રિક : પ્રણામ અંજલિબદ્ધ અર્ધવનત પંચાંગ પ્રણિપાત શબ્દાર્થ : પ્ર = ભાવપૂર્વક. ણામ = નમવું. ભાવપૂર્વક પરમાત્માને નમવું તેનું નામ ‘પ્રણામ.’ 2. અર્થાવગત પ્રણામ : શબ્દાર્થ : અર્ધ = અડધું (શરીર). અવનત = નમેલું. દેવાધિદેવના ગર્ભદ્વાર પાસે પહોંચતા કમ્મરમાંથી અડધું શરીર નમાવીને બે હાથ જોડી આ પ્રણામ કરવો. 3. પંચાંગ પ્રણિપાત પ્રણામ : શબ્દાર્થ : પંચ = પાંચ. અંગ = અવયવો. પ્રણિપાત = નમસ્કાર.. | શરીરનાં પાંચ અંગો (બે હાથ, બે પગ અને મસ્તક) નમાવીને, જમીનને અડાડીને કરાતા પ્રણામને પંચાંગ પ્રણિપાત કહેવાય છે. આનું રૂઢ નામ ખમાસમણ છે. ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં આ પ્રણામ. ત્રણ વાર કરવો. 1, અંજલિબદ્ધ પ્રણામ : શબ્દાર્થ : અંજલિ = હાથ જોડવા. બદ્ધ = કપાળે લગાડવા. દેવાધિદેવનું વદનારવિંદ દેખાતાંની સાથે જ બે હાથ જોડી કપાળે લગાડી, મસ્તક નમાવી, ‘નમો જિણાણં' પદ બોલીને આ પ્રણામ કરવો. અંજલિબદ્ધ પ્રણામની મુદ્રા. અર્ધવનત પ્રણામની મુદ્રા. Jain Education International e 61 www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy