________________
ઊપ્રદક્ષિણા ત્રિક
પ્રદક્ષિણાત્રિક
પ્રથમ પ્રદક્ષિણા દ્વિતીય પ્રદક્ષિણા તૃતીય પ્રદક્ષિણા શબ્દાર્થ : પ્ર = ઉત્કૃષ્ટ ભાવપૂર્વક પરમાત્માની જમણી બાજુએથી
દક્ષિણા શરૂ કરાય તે.
=
પ્રદક્ષિણા પરમાત્માની જમણી બાજુએથી અને આપણી ડાબી બાજુએથી શરૂ થાય છે. અને જમણા હાથે પૂરી થાય છે. આ રીતે રાઉન્ડમાં ફરતાં પરમાત્મા આપણી જમણી સાઈડમાં જ રહે છે.
લોકવ્યવહારમાં ઉત્તમ પદાર્થોને હંમેશાં જમણે હાથે રાખવાનો તથા જમણે હાથે જ તેની આપ-લે ક૨વાનો રિવાજ સર્વત્ર પ્રચલિત છે. બજારમાં રૂપિયાની લેવડ-દેવડ જમણા હાથે જ કરવામાં આવે છે. * દસ્તાવેજી કાગળપત્રોની આપ-લે પણ જમણે હાથે જ કરવામાં આવે છે. લગ્નની ચોરીમાં હસ્તમેળાપ પણ જમણે હાથે જ કરવામાં આવે છે.
**
પુરુષો જયોતિષીને જમણો હાથ જ બતાવે છે. * કોઈને સલામ ભરવામાં, જમવામાં, આવકાર તેમ જ વિદાય આપવામાં પણ જમણો હાથ જ ઉપયોગમાં લેવાય છે. * દેવાધિદેવને પણ જમણે હાથે રાખીને પ્રદક્ષિણા દેવાય છે.
પ્રદક્ષિણા :
માણસ ૨૪ કલાક સતત દુન્યવી ચીજોને પ્રદક્ષિણા કરતો ફરે છે. એની પ્રદક્ષિણાઓના કેન્દ્રમાં કયારેક સ્ત્રી હોય છે ; કયારેક ધન હોય છે, કયારેક શરીર હોય છે, કયારેક ફ્રીઝ, ફીયાટ, ફોન કે ટી.વી. સેટ હોય છે. ઘર અને દુકાન, ફલેટ અને ઑફિસના ચકકરો, એ સતત કાપતો રહે છે. દિવસ દરમ્યાન જેટલું રખડે, ભટકે, ફરે એ બધી રખડપટ્ટીના મૂળમાં કોઈકને કોઈક પૌદ્ગલિક પદાર્થો હોય છે. આવી આશંસાઓને ઉંચકીને એ આજે નહિ પણ અનાદિ
Jain Education International
અનંતકાળથી રઝળી રહ્યો છે. પણ હજુ એને સાચું સુખ મળ્યું નથી. હા ! જગતના પૌદ્ગલિક પદાર્થો એના હાથમાં આવે છે, પણ કહેવાતા એ સુખના સાધનો હાથમાં આવવા છતાં એને સુખ નથી મળતું. શાંતિ નથી મળતી. કેમકે જગતના કોઈપણ સુખના સાધનમાં હક્કિતમાં સુખ આપવાની તાકાત જ નથી. માટે તો ડૉલર એરીયામાં દશ હજાર સ્કવેર ફીટનો બંગલો, ગાડી, ટી.વી. વીડીયો, ફ્રીઝ, એરકંડીશનર જેવી આધુનિક દુનિયાની બધી જ ચીજવસ્તુઓ સંપ્રાપ્ત થઈ ગયા પછી પણ એ બંગલાવાસીઓ સુખી નથી. સદૈવ સંતપ્ત છે. સુખની લાખો સામગ્રીઓ વચ્ચે પણ એ દુઃખી દુઃખી છે. એરકન્ડીશનર હોવા છતાં પણ તેમને ટાઢક નથી. A.C. દ્વારા બેડરૂમની દીવાલો ટાઢી હેમ જેવી થઈ છે પણ માણસની પાંસળીઓ અને ખોપરી સતત ચિંતાઓથી અને વ્યથાઓથી ભડકે બળી રહી છે અને એને ઠંડી કોણ કરે ?
ભીતરની આગને ઠારવાનું કામ પરમાત્માની પ્રદક્ષિણા કરે છે. આજ લગી ભૌતિક સામગ્રીઓને કેન્દ્રમાં રાખીને ચક્કરો કાટયા, હવે પરમાત્માને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા દેવાનું શરૂ કરો. અત્યંત ભક્તિભર્યા હૃદય, બહુમાન અને આદરભર્યા હૈયે પ્રભુને પ્રદક્ષિણા કરો. પછી જુઓ ભીતરની આગો ઠરે છે કે નહિ ? ભવભ્રમણ અટકે છે કે નહિ ? પરમાત્માને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા ફરતાં એક પ્રકારનું મેગ્નેટીક સર્કલ રચાય છે. એક વિધુત વર્તુલ ઉભું થાય છે. એ વર્તુલ ભીતરની કર્મવર્ગણાઓને છિન્નભિન્ન કરી નાખે છે. લખલૂટ કર્યો પ્રભુને પ્રદક્ષિણા કરતાં નિર્જરી જાય છે. પ્રદક્ષિણા એ એક અત્યંત આવશ્યક અને તાંત્રિક વિધિ છે. ઘણા માણસો આવા પ્રદક્ષિણાના મહિમાને સમજયા નથી. માટે માત્ર દર્શન કરીને રવાના થઈ જતાં હોય છે.
58
& Personal Use Only
www.jainelibrary.org.