________________
કોણે કેવી રીતે જિનાલયે જવું?
રાજા, મંત્રી, પ્રધાન અને ધનાઢય શ્રીમંતોએ : e પોતાની શક્તિ અનુસાર ઉત્તમ વસ્ત્રો પહેરીને સુવર્ણના, ચાંદીના કે કાષ્ઠ આદિના રથમાં આરૂઢ થઈને માંગલિક વાજીંત્રોના નાદ સાથે, સ્વજનસંબંધી અને ગ્રામ્યજનોના વિશાળ સમૂહ સાથે, હજારો પ્રકારની પૂજનસામગ્રીઓના થાળ ભરીને, રસ્તે વર્ષીદાન ઉછાળતાં ઉછાળતાં, ગરીબોને, વાચકોને અનુકંપાદાન દેતાં દેતાં ઘરેથી નીકળીને શાસનપ્રભાવના થાય તે રીતે જિનાલયે જવું જોઈએ. શેઠ, શાહુકાર, વેપારી અને મધ્યમકક્ષાના શ્રીમંતો : | યથાશક્તિ ઉચિત વેશ ધારણ કરીને ખુલ્લા પગે પોતાના પત્ની પુત્રાદિ-પરિવારના હાથમાં પૂજન દ્રવ્યોના થાળ રાખીને ; ખંજરી, કાંસી-જોડા, શરણાઈ આદિ વાજિંત્રોને વગાડતાં વગાડતાં પરમાત્મભક્તિના ગીતો ગાતાં ગાતાં ઘરેથી નીકળીને જિનાલયે જવું જોઈએ. નિર્ધન અને સામાન્ય ગણાતા સજજનોએ :
ઘોયેલાં, સાંધ્યા વિનાનાં, શુદ્ધ વસ્ત્રોને ધારણ કરીને, રસ્તે જીવરક્ષા કરતાં કરતાં, મનમાં મંત્રાધિરાજનું સંસ્મરણ કરતાં કરતાં, રસ્તે કોઈ પણ અશુદ્ધ માણસને સ્પર્યા વિના યથાશક્તિ પુષ્પાદિ દ્રવ્ય લઈને જિનાલયે જવું જોઈએ. પૂજય આચાર્ય ભગવંત આદિએ :
- જેમ રાજા, શેઠ, શાહુકારોએ આડંબરપૂર્વક જિનાલયે જવાનું છે તેમ પૂજય આચાર્ય ભગવંત આદિએ પણે પોતાના શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર સાથે શાસનની શોભા વધે તે રીતે સમૂહમાં જિનાલયે જવું જોઈએ.
સ્વોચિત વૈભવ સાથે જિનાલયે જતા ભાવિકો
Jain Education International
www.jainelibrary.org
21