SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ વાળાઓને બગાડવાનું કામ યાત્રિકોના વરદ્ હસ્તે થતું હોય છે. માટે હવે ફરીયાદ કરવાને બદલે શુદ્ધિકરણ કરે અને એક ટીમ બહારની શૃંગારચોકી પગથીયા વગેરેની શુદ્ધિ કરે. પછી બધા ભેગા પ્રત્યેક યાત્રિક તીર્થનાં લાભ માટે, આશાતનાથીમળીને ઉપરના શિખરની શુદ્ધિકરણનું કામ કરે. બચવા માટે પોતાના વર્તનમાં સુધારો કરે તે ખૂબ ખૂબ જરૂરી છે. 19. આ રીતે ટીમવર્ક કરવું જોઈએ. વર્ષમાં એકવાર તો આવું શુદ્ધિકરણ કરવું જ જોઈએ. બહેનોએ પણ વર્ષમાં એકવાર મંદિરના બધા ઉપકરણોની શુદ્ધિ કરવી જોઈએ. પાણી ભરવાના ડ્રમ, ડોલો, પવાલા, દીવાલો સાફ કરવા માટે કાથી, લાંબા ઝાડુ વગેરે સામગ્રી પણ ભેગી કરી લેવી જોઈએ. 23. જે લોકો જિનપૂજા ન કરતા હોય તેમણે પણ ૩ નિસીહિ, ૩ પ્રદક્ષિણા, સ્તુતિ બોલી ધૂપ-દીપ ઉખેવવા, અક્ષત, નૈવેદ્ય, ફળ વગેરે ચડાવવા રૂપ અગ્રપૂજા કરવી. તથા ચામર દર્પણ વગેરે ધરવા તે પછી ચૈત્યવંદન કરવું. 24. મંદિરમાં ત્રણે સમય-ઘંટનાદ અને શંખનાદ તો અવશ્ય કરવો જોઈએ - ઘંટનાદ તથા શંખનાદ ધ્વનિથી ભૂત-પ્રેતાદિ દૂર ભાગી જતા હોય છે. અને આધુનિક વિજ્ઞાનના સંશોધન પ્રમાણે ઘંટ અને શંખધ્વનિ રોગનો નાશ કરનાર છે. સંવેગરંગશાળ ાનામના ગ્રંથમાં મંદિરમાં અવશ્ય શંખધ્વનિ કરવાનું વિધાન છે પણ આજે તો જિનમંદિરોમાંથી શંખો સાવ અદશ્ય થઈ ગયા છે. જિનાલયોના રંગરોગાન માટે આજે મોટે ભાગે લાઈટ-આછા રંગો પસંદ કરાય છે પણ રસ્તાની ધૂળ, પેટ્રોલના ધૂમાડા આદિના કારણે તે પીળા પડી જાય છે. મંદિરની અંદરની બાજુએ પણ સફેદ ક્લ૨ ક૨વાથી ધૂપ-દીપથી પીળો પડી જતાં વાર લાગતી નથી. એટલે કલ૨ની પસંદગી યોગ્ય વિચાર કરીને કરવી. શિખરના રંગ માટે સ્નોસ્વીમ કુ.નો ટેરાકોટા રેડ કલર સરસ લાગે છે. રાજગૃહીના તેમજ કાકંદીતીર્થના શિખરો પર શેઠશ્રી આણંદજી-કલ્યાણજીની પેઢીએ આ કલર કરાવ્યો છે. સીમેન્ટ પર આ રંગ લાગ્યા પછી પથ્થર જેવો જ દેખાવ આવે છે. પથ્થર પર પણ ડુંગો માર્યા પછી આ કલર લગાવી શકાય છે. શિખર ઘુંમટનો કલર એક જ રાખવો પણ મંદિરની ધજાથી નીચેનો કલર જુદો કરવો. જેથી ક્રોસ મેચીંગ થાય. 20. મંદિરની બહાર વાઘ, સિંહ, બાવાજી વગેરેની જે આકૃતિઓ મૂકવામાં આવે છે તે લોકોને આકર્ષવા માટે, જિનાલય પ્રત્યે અહોભાવ પેદા ક૨વા માટે તેમજ અંદર દાખલ થઈને બધુ જોવાની ઉત્કંઠા વધે અને એમ કરતાં પરમાત્માનું પાવન દર્શન પ્રાપ્ત કરે એવા આશયથી ગોઠવવામાં આવે છે. 21. હલકી જાતના મખમલના કટીંગ કરેલી ડીઝાઈનો . પરમાત્મા પર લગાડવાથી રંગના ડાધા પડે છે માટે એવી ચીજો ન વાપરવી. 22. જિનમંદિર શુદ્ધિના કાર્યક્રમમાં એક ટીમ જિનબિંબોનું ઉજજાવલન કરે, જેમાં ખાટું દહી, ખંભાતની વરખડીની માટી, સમુદ્રફીણ - આદિ ચીજોનો ઉપયોગ થઈ શકે. એક ટીમ ગભારાની દીવાલોનું શુદ્ધિકરણ કરે, એક ટીમ રંગમંડપની દીવાલનું શુદ્ધિકરણ કરે, એક ટીમ બારી-બારણાનું Jain Education International 25. આજસુધી તો ફૂલવાળી M.C. ન પાળે તો શું કરવું તેનો પ્રશ્ન હતો પણ હમણાં નવો પ્રશ્ન આવ્યો છે કે દૂધવાળી ભરવાડણ M.C. ન પાળતી હોય તો શું કરવું ? ગૃહસ્થ શુદ્ધિ જાળવવા માટે ગૅરેજમાં ગાડી રાખે છે તેને બદલે ગાય રાખે તો પ્રોબ્લેમ રહે નહિ. બાકી ધર્મકાર્યમાં શુદ્ધિની આવશ્યકતા ભરવાડણને સમજાવશો તો પણ કામ પતી જશે. 26. જિનાલયમાં M.C. આવી જાય તો જિનમંદિરને દૂધ-પાણીથી ધોવરાવીને સાફ કરાવવું તેમજ ગીતાર્થગુરૂનો સંયોગ મળે તો પ્રાયશ્ચિત્ત લઈ લેવું. 27. પ્રક્ષાલ પહેલાં તથા પછી એકવાર તો સમગ્ર મંદિરમાં ધૂપ ફેરવવો જોઈએ (ગભારામાં પણ) પણ ધૂપ પૂજાના અવસરે ધૂપ ગભારાની બહાર For Pri 211 personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy