________________
: કાર્યક્રમની રૂપરેખા :
બૃહદ્ અમદાવાદના તમામ વિસ્તારોમાંથી હજારો જૈનો પોતાના પરિવારો સાથે પૂજાના વસ્ત્રોમાં દેરાસરે પધારશે. સહુના હાથમાં પોત-પોતાની પૂજાની થાળી હશે. બેન્ડવાજા સાથે વિવિધ આડંબર સાથે પૂજા વિધિ માટે વિશાળ મંડપમાં જવાનું રહેશે. ત્યાં પ્રવેશ કરતાં જ ભાઈઓ-બહેનોના કપાળમાં ઈન્દ્રો
તથા
દિકુમારીકાઓ દ્વારા તિલક કરવામાં આવશે. પ્રવેશ કરતાં ચતુર્મુખ જિનાલયને ત્રણ પ્રદક્ષિણા કરવામાં આવશે ત્યારબાદ વિશાળ અને ભવ્ય મંડપમાં કુલ ૨૫ જિનાલયો ઉભા કરવામાં આવ્યા હશે. પોતાના પાસ નંબર પ્રમાણે જે નંબરના જિનાલયમાં જવાનું હોય તે મંદિરમાં પ્રવેશ કરવો. આપની પૂજા સામગ્રી હાથમાં લઈને આપે બેસી જવાનું રહેશે. તે પછી પરમાત્માની ભાવવાહી સ્તુતિ બોલાવાશે. તે પછી ૧૦૮ નદીઓનાં, ૬૮ તીર્થોનાં જલ અને ઉત્તમ ઔષધિથી મિશ્રિત એવા સુગંધી પંચામૃતથી પરમાત્માના અભિષેકનો લાભ સહુને આપવામાં આવશે. અભિષેક બાદ કેસરપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા અને ફળપૂજા કરાવવામાં આવશે. વચ્ચે વચ્ચે પૂજાના દુહા, કાવ્યો, મંત્રો તથા ગીતો બોલાવવામાં આવશે, ત્યારબાદ સમૂહ ચૈત્યવંદન તથા આરતિ-મંગળદીવો ઉતારવામાં આવશે. તે પછી વિસર્જન કરવામાં આવશે.
સરસ સરસ સરસ ઃ
અભિષેક માટે ૧૦૮ નદીઓના, ૬૮ તીર્થોના તેમજ વિવિધ સરોવરના જલ મંગાવવામાં આવશે.
ઉત્તમ પ્રકારની અનેક ઔષધિઓ તથા જડીબટ્ટીઓથી પ્રભુના પ્રક્ષાલનો લાભ સહુને આપવામાં આવશે.
મંડપની અંદર ટેમ્પરરી ૨૫ જિનાલયો ઉભા કરવામાં આવશે. વિવિધ ડેકોરેશનથી તે મંદિરની
*
*
Jain Education International
સજાવટ કરવામાં આવશે.
*
૬૪ ઈન્દ્રો તથા ૫૬ દિકુમારીકાઓ વેષભૂષામાં પ્રભુભકિત માટે પધારશે.
* અભિષેક સમયે પ્રખ્યાત નૃત્યકલાકાર શ્રી મહેન્દ્રકુમાર રાજકોટથી પધારશે અને ભરતનાટયમ્ રજૂ કરશે.
*
પૂજાના દુહા, કાવ્યો તથા ભક્તિગીતો માટે સહુને પુસ્તિકા ભેટ આપવામાં આવશે.
વિવિધ વિવિધ મંડળો ભક્તિરસની જમાવટ કરશે. મહિલામંડળની બેનો પોતાના મંડળો સાથે પૂજાવિધિ માટે પધારશે.
એક સાથે દશ હજાર ઉપરાંત નરનારીઓ પ્રભુજીનો અભિષેક કરશે. તથા સમૂહમાં જ અષ્ટપ્રકારી પૂજા સ્વદ્રવ્યથી પૂર્ણ કરશે.
પાસ લઈને પૂજાના વસ્ત્રોમાં પધારેલાં ભાવિકોને જ ભવ્યમંદિરમાં પ્રવેશ આપવામાં આવશે... દર્શનાર્થીઓ માટે આઉટડોર વ્યવસ્થા રાખવામાં આવશે.
*
#
*
પૂજાવિધિ પૂર્ણ થયા બાદ ન્હવણજલ બહાર દરવાજે આપવામાં આવશે.
*
આજના દિવસે જીવદયા, અનુકંપા, સાધર્મિકભકિત આદિ અનુષ્ઠાનો કરવામાં આવશે. ગોપાલ સ્ટુડન્ટ રાસમંડળ બાવળાથી પધારશે. ૧૫ ફૂટનો વિશાળ સ્વસ્તિક આલેખીને રા ફૂટ ઉંચા મોદકથી નૈવેદ્યપૂજા કરવામાં આવશે. ચાર પ્રકારના આહારથી વિશિષ્ટ રીતે પ્રભુની નૈવેદ્યપૂજા કરવામાં આવશે. અમદાવાદમાં અપૂર્વ જિનેન્દ્રભકિત
વોરા રસીકલાલ જીવરાજના દીક્ષા મહોત્સવ પ્રસંગે સામૂહિક અષ્ટપ્રકારી પૂજાનું આયોજન અમદાવાદ આંબાવાડીના આંગણે વિ. સં. ૨૦૪૬માં કરવામાં આવેલ પ્રસંગનો અહેવાલ અત્રે રજૂ કરેલ છે. જેના આધારે કાર્યક્રમની રૂપરેખા ધ્યાન પર આવી શકશે.
*
*
For Private 195sonal Use Only
www.jainelibrary.org