________________
કંટાળી ગયો એણે સાફ શબ્દોમાં પરખાવી દીધું કે, અરે ભીખમંગા ! નીકલ દુકાનસે બહાર ! હ૨ ચીજકા ભાવ પૂછ પૂછકે સમય બીગાડતા હૈ ! તું કયા ખરીદ કર શકેંગા ? અંગ્રેજના આ તીરસ્કારથી ગીન્નાયેલા બાબુએ કહ્યું, અરે ! હર ચીજકા ભાવ દેનેકા સમય નહી હૈ તો બોલ પૂરી દુકાનકા કયા દામ હૈ ?
ગુસ્સામાં આવેલા અંગ્રેજે કહી નાખ્યું, એક લાખ રૂપીયે ! બાબુજીએ તુરત જ લાખ રૂપીયા કાઢતાં કહી દીધું. યે લે લો લાખ રૂપીયે, દસ્તાવેજ કર દો ! ઔર દુકાન ખાલી કર દો ! પેલો અંગ્રેજ વિચાર કરતો રહી ગયો. દુકાનમાં માલ તો વીસ લાખ રૂપિયાનો હતો પણ ગુસ્સામાં લાખ બોલાઇ ગયા હતા. હવે વચન નીકળી ગયા પછી ફરી કેમ જવાય ?
એણે તરત લાખ રૂપિયા લઈને દુકાન બાબુને સોંપી દીધી. દુકાનનો તમામ માલ અજીમગંજ પહોંચતો કરવામાં આવ્યો. પોતાની માતાની ઈચ્છાનુસાર બાબુએ ત્યાં કાટગોલમાં કાચના જિનાલયમાં આ વીસ લાખ રૂપીયાના કાચ
લગાડયા.
આજેય આ કાચનાં બારણાં મોજૂદ છે. આ જાદુભર્યા કાચમાંથી બહાર જોઇએ તો કયારેક વરસાદ વરસતો હોય, બરફ પડી રહ્યો હોય, પ્રભાતનો સમય હોય અથવા મધ્યાહ્ન હોય તેવાં વિવિધ દૃશ્યો એ ગ્લાસના પ્રભાવે એક જ સમયે દૃશ્યમાન થાય છે.
ધન્ય છે તે જનેતાને જેને આવા ઉદારરિત અને ભકિતસંપન્ન પુત્રને જન્મ આપ્યો. જેણે વીસ લાખ રૂપિયાના કાચ પૅલેસમાં લગાડવાને બદલે જિનાલયમાં લગાડયા, આ શ્રીમંતનું શુભ નામ છે બાબુ શ્રીમાન્ લક્ષ્મીપતસિંહજી !
30 ભીમો કુંડળીચો :
જયારે ગિરિરાજ શ્રી શંત્રુજયની તળેટીમા
Jain Education International
જીર્ણોદ્ધારનો ફાળો નોંધાતો હતો, ત્યારે પેલા ભીમા કુંડળીયાએ તે જ વખતે ઘી વેચીને મેળવેલા સાત દ્રમ દાનમાં આપી દીધા. ઉદાયન મંત્રીએ ટીપનાં લીસ્ટમાં પ્રથમ નામ ભીમા કુંડળીયાનું લખ્યું. ભીમો ઘરે ગયો. ગાયનો ખીલો ઠીક કરવા જતાં નીચેથી સોનામહોરનો ચરુ નીકળ્યો. ઉદારચિરત ભીમાએ તે પણ દાનમાં આપી દેવાનું વિચાર્યું. પણ શંત્રુજય અધિષ્ઠાયક શ્રી કપર્દિયક્ષે સ્વપ્નમાં જણાવ્યું કે, મેં પ્રસન્ન થઇને તને તે દ્રવ્ય આપ્યું છે માટે તે તારે જ રાખવું. ધન્ય ભીમા ! સંકટના સમયે પણ તે તીર્થોદ્ધારની તક જતી ન કરી. 31 વીરસૂરીશ્વરજી ઃ
એ હતા વીરસૂરિજી ! દેવતાની સહાયથી અષ્ટાપદ ગિરિરાજની યાત્રાએ ગયા. પણ ત્યાં યાત્રાર્થે આવેલા અન્ય દેવોના તેજને પોતે ખમી શકતા ન હતા. એમણે મંદિરની પૂતળીની આડમાં ઉભા રહીને પ૨માત્માનાં દર્શન કર્યા-અને ત્યાંના સ્મૃતિચિહ્નરૂપે દેવોએ ચડાવેલા અક્ષતના ચાર/પાંચ દાણા લેતા આવ્યા. ઉપાશ્રયમાં આવી તે દાણા ખુલ્લા મૂકયા તો ચારેકોર સુવાસ પ્રસરી ઉઠી. આશ્ચર્યમુગ્ધ બની ગયેલા શિષ્યોએ જયા૨ે તે અક્ષતકણને નજરે નિહાળ્યા ત્યારે ખબર પડી કે એકેક કણ અંદાજે બાર ઈંચ લાંબો અને એક ઈચ પહોળો હતો.
|32| વિમળ અને શ્રીદેવી :
વિમળમંત્રી અને શ્રીદેવી ! આ દંપતીએ આબુ ૫૨ જિનાલયનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું. પણ મંદિ૨ દિવસે જેટલું ચણાય તેટલું રાત્રે તૂટી પડતું. વિમળમંત્રીએ અઠ્ઠમનું તપ કરી દેવીશ્રી અંબિકાને પ્રત્યક્ષ કર્યા. દેવીએ કહ્યું, વિમળ ! તારા લલાટમાં આરસ કાં વારસ' બેમાંથી એક જ છે. જો આરસ જોઇએ તો વા૨સ નહિ મળે ! વિમલમંત્રીએ કહ્યું, મા ! કાલે શ્રીદેવીને પૂછીને જવાબ આપીશ.
180
For Private & Personal Use Only
www.jainelibrary.org