SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિ કરનારાઓની કથા સાંભળ્યા પછી શું એક નાનકડો ચોખાનો બટવો પણ આપણે સાથે નહિ રાખી શકીએ ? A. ઘરસંસારમાં અનેક જાતની D. સુરતથી એક ફૅમિલી જેસલમેરની જાત્રાએ ઉપડયું. રાજસ્થાનનાં કોક રોડ પર બસ દોડી રહી હતી, અને કેરીયર પરથી બેગ એકાએક નીચે પડી ગઈ. ધર્મશાળાએ પહોંચ્યા બાદ ઘણી શોધખોળ અને તપાસ કરી પણ બેગનો પત્તો ન લાગ્યો. અંતે જેના ભાગ્યની હશે તે લઈ ગયો હશે એમ વિચારીને સહુ પ્રભુભક્તિમાં લીન બની ગયા. દિવસો વીતી સામગ્રીઓના ખડકલા તો ઘણા ય કર્યા. એ બધા અંતે પરિગ્રહનું પાપ બંધાવનારા બન્યા. હવે એક નાનકડું પણ સુંદર પૂજાનું બોકસ તૈયાર કરો, જેમાં અષ્ટપ્રકારી પૂજાની તમામ સામગ્રીને સમાવી લેવામાં આવી હોય. (આવાં સામગ્રી-ભરપૂર બોક્ષ આજે ઉપકરણ ભંડારમાં તૈયાર પણ મળે છે.) છેવટે ગયા. જાત્રા પૂર્ણ થઈ ગઈ. પેલું ફૅમિલી પણ પાછું ચોખાનો બટવો અને ધૂપ/દીપ જેવાં દ્રવ્યો તો અવશ્ય સાથે લઈ જવાં. સુરત પહોંચી ગયું અને એકાએક પેપરમાં સમાચાર પ્રગટ થયા કે આવી જાતની એક બેગ મળી છે જેની હોય તેણે ખાતરી આપીને પોલીસ ચોકીમાંથી બેગ લઈ જવી. જેમની બેગ હતી તે ભાઈ પોતે જ પોલીસ ચોકીમાં જઈને ઉભા રહ્યા. બેગનાં માલ/સામાનની પૂર્ણ વિગતો તેમણે પોલીસને જણાવી. છેલ્લે પોલીસે પૂછ્યું કે અંદર કંઈ રૂપિયા હતા ? ત્યારે પેલા ભાઈએ ધીરજથી કહ્યું : જી હા, ૩૦,૦૦૦ રૂ।. હતા. પોલીસને પાકી ખાતરી થઈ જતાં તેણે બેગ પેલા ભાઈના હાથમાં સોપી દીધી. બેગને હાથમાં લેતાં એ ભાઈએ પૂછ્યું કે, આટલી મોટી રકમ બેગમાં હોવા છતાં તમને લેવાનું મન કેમ ન થયું ? સામેથી જવાબ મળ્યો કે, બેગમાં પૈસાની સાથે પૂજાનાં વસ્ત્રો પણ જયારે જોયાં ત્યારે લાગ્યું કે કોક ધર્મી આત્માનું આ ધન છે. જો એને હાથ લગાડીશું પ્રભુના અપરાધી થઈશું. આ પાપ પાયમાલ કરી નાખશે. માટે જ તમારી બેગ તમને સુપરત. જો માત્ર સો રૂપિયાની પૂજાની જોડ ત્રીસ હજાર રૂપિયાને પાછા લાવી શકે તો પરમાત્માની પૂજા તો શું ન લાવી શકે તે સવાલ છે. રે ! રિદ્ધિ કહો કે સમૃદ્ધિ કહો, સ્વર્ગ કહો કે અપવર્ગ કહો, Jain Education International For Private કૈવલ્યજ્ઞાન કહો કે મોક્ષ કહો. જે કહો તે બધું જ પ્રભુના ચરણકમલની પૂજામાં સમાયું છે. કેટલીક સાવધાની : 15 B. પ્રભાતે દર્શને જવાનું થાય ત્યારે પરમાત્માના અભિષેક માટે એક કળશમાં ચોખ્ખું દૂધ તો અવશ્ય લઈ જવાનું રાખવું. ૮. ઑફિસે સર્વીસ પર જનારા અમુક ભાઈઓ ઘેરથી નાહી-ધોઈ તૈયાર થઈ ઑફિસ-ડ્રેસ પહેરીને ગાડી કે સ્કૂટર પર ખાલી હાથે દર્શને આવે છે તે ઉચિત નથી. કોઈપણ પ્રકારનું પૂજનદ્રવ્ય તો અવશ્ય સાથે લઈ આવવું જોઈએ. ૩. ઉત્તરાસન : પુરુષે જિનાલયના દ્વારમાં પ્રવેશ કરતાં પહેલાં ઉત્તરાસન કરવું એટલે કે ખેસ વડે પોતાના શરીરને અલંકૃત કરવું. ખભે ખેસ નાખ્યા વિના જિનાલયમાં પ્રવેશ કરવો ઉચિત નથી. પૂર્વકાળના શ્રાવકો જિનાલયે જતાં-આવતાં ખભે ખેસ નાખતા હતા. આજે પણ કેટલાક શ્રાવકો આ વિનયને સારી રીતે પાળે છે. ઓરિસ્સા જેવા પ્રદેશમાં લોકવ્યવહારમાં વર્તમાનમાં પણ ખેસ રાખવાની પરંપરા પ્રચલિત છે. દશેરાને દિવસે ચોપડા ખરીદ કરવા જતાં આજે પણ અનેક યુવાનોમાથે ટોપી અને ખભે ખેસ T selibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy