SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 16 નૃપદેવસિંહ ઃ સમ્રાટ્ કુમારપાલનો એ પુત્ર હતો. નામે નૃપદેવસિંહ સોળ વર્ષની નાનકડી વયે એ મરણપથારીએ ઢળી પડયો. કલિકાલ સર્વજ્ઞ પૂજય આચાર્યદેવશ્રી અંતિમ નિર્યામણા કરાવી રહ્યા હતા. નવકારમંત્રનું શ્રવણ કરતાં કરતાં નૃપદેવ રડવા લાગ્યો. પૂજયશ્રીએ કહ્યું, નૃપ ! તને આ શોભે છે ? તું કયાં નથી જાણતો કે જન્મેલા સહુને મરવાનું નિશ્ચિત છે ! ના ગુરુદેવ ના ! હું મૃત્યુથી નથી ડરતો હું મોતને નથી રોતો પણ મારા દીલની વાત દીલમાં જ રહી જાય છે. માટે રડું છું, કુમારપાલ બોલ્યા-બેટા ! જે હોય તે કહી દે મનમાં ન રાખીશ. પિતાશ્રી ! આપ રાજા હોવા છતાંય જે મંદિરો બાંધ્યાં તે બધાંય ઈંટ-પત્થરના બનાવ્યાં. રાજા તો તે કહેવાય જે ભરત મહારાજાની જેમ સોનાનાં મંદિરો બાંધે અને રત્નનાં લિંબો ભરાવે. પિતાજી ! મારી ઈચ્છા હતી કે હું રાજા થઈને સોનાનાં મંદિર બંધાવીશ. પણ.... પણ....નૃપદેવસિંહનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો, કંઠ રૂંધાવા લાગ્યો, હંસલાએ પાંખો વીંઝી. અને પીંજર ખાલી કરીને નૃપનો આત્મા દેવલોકનાં સુવર્ણ રત્નમય પ્રાસાદોના દર્શનાર્થે ઉપડી ગયો. નૃપ ! તેં તો કમાલ કરી ! 'બાપ એવા બેટા' નહિ પણ બાપ કરતાં સવાયા બેટા'ની નવી ઉકિત તેં રિતાર્થ કરી બતાડી. 17| લંકેશ્વર રાવણ : લંકેશ્વર રાવણ ! રામાયણના ખલનાયક ! પણ પરમાત્માના પરમભકત ! યુદ્ધમાં રામચન્દ્રજીનો વિજય થયો અને જયારે એમણે લંકામાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે રાવણનાં ઘરમાં રહેલું ગૃહમંદિર જોયું. નીલરત્નમાંથી બનેલી ભગવાન્ મુનિસુવ્રત. સ્વામીજીની પ્રતિમાના દર્શન કરીને રામચન્દ્રજી બોલી ઉઠયા, ધન્ય છે ! રાવણની જિનભકિતને ! Jain Education International જેણે પોતાના ઘરમાં જ મણિરત્નોનું ગૃહમંદિર બનાવીને નીલરત્નમય પ્રભુજીની પ્રતિમા પધરાવી છે. 18] સિંહસૂરીશ્વરજી : નર્મદાના કાંઠે વસેલું ભરૂચ એકવાર આગમાં ભસ્મીભૂત થઈ ગયું. જૈનો ગામ છોડીને અન્યત્ર ચાલ્યા ગયા. ભગવાન્ મુનિસુવ્રતસ્વામીનું જિનાલય જીર્ણ હાલતમાં ઉભું રહી ગયું. જૈનાચાર્ય સિંહસૂરીશ્વરજી આ જિનાલયની હાલત જોઈને દ્રવી ઉઠયા. એમની આંતરડી કકળી ઉઠી. જીર્ણોદ્ધાર માટે રકમની કોઈ સગવડ ન હતી. આચાર્યશ્રી ઘરેઘરે ફર્યા અને જૈન-અર્જુન. સહુને પ્રેરણા કરીને લગભગ પાંચ હજાર રૂપીયા ભેગા કર્યા અને એમાંથી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. 19 મૂર્તિ ચોરાઈ ગઈ : એક દિવસ એવો ઉગ્યો કે ખંભાતમાં બિરાજમાન ભગવાન શ્રી સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા ચોરાઇ ગઇ. શ્રી સંઘનાં હૈયાં હચમચી ઉઠયાં. નાનામોટાં સહુ કોઈ જિનાલયના દ્વાર પાસે આવી પલાંઠી વાળીને બેસી ગયાં. શ્રીસંઘે પાકો નિશ્ચય કર્યો કે જયાં લગી પરમાત્માની પ્રતિમા પાછી ન પધારે ત્યાં લગી ચારે આહારનો ત્યાગ! તત્કાલીન નગરશેઠ કસ્તુરભાઈ અમરચંદ નવાબ પાસે પહોંચ્યા અને વાત જણાવી. નવાબે ઘરેઘરની જડતી લેવડાવી અને સોનીના ઘરમાંથી એ પ્રતિમાજી મળી આવ્યાં. જયારે ભગવાનને પુનઃગાદી પર બિરાજિત કરાયા ત્યારે 'બોલો શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનકી જય' બોલીને સકલશ્રી સંઘ ઉભો થયો. 20 ભાવડનો દીકરો જાવડ : મહુવાનો ભાવડનો દીકરો જાવડ ! જેનું સાસરું 176 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy