SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તકાદિના બાઈન્ડીંગ વગેરે કરાવવામાં તથા સમ્યજ્ઞાનના રક્ષણ માટે, કેટલાક સૂચનો ઃ (A) શાનદ્રવ્યનો ઉપયોગ પાઠશાળાના પંડિત કે માસ્તરને પગાર આપવામાં કરવો નહિ. (B) શ્રાવક-શ્રાવિકાને ભણાવવા માટે જ્ઞાનદ્રવ્ય વાપરી શકાય નહિ. (C)જ્ઞાનખાતામાંથી છપાવેલ પુસ્તક શ્રાવક-શ્રાવિકાઓને ભેટ આપી શકાય નહિ. (D) જ્ઞાનખાતાની રકમમાંથી બનેલ જ્ઞાનમંદિરમાં સાધર્મિક વાત્સલ્ય, સંઘની મીટીંગ કે બહુમાન સમારંભ વગે૨ે રાખી શકાય નહિ; તેમ જ સાધુ-સાધ્વીજી મહારાજ પણ અધ્યયન, અધ્યાપન સિવાયના કામ માટે જ્ઞાનમંદિરનો ઉપયોગ કરી શકે નહિ. (E) સાધુ-સાધ્વીજીનાં તૈલચિત્રો વગેરે બનાવવામાં જ્ઞાન દ્રવ્ય વાપરી શકાય નહિ. (F) મહોત્સવની કંકોત્રીઓ, હેન્ડબીલો પોસ્ટરો છપાવવામાં જ્ઞાનદ્રવ્ય વાપરી શકાય નહિ. (G) જ્ઞાનખાતાની રકમમાંથી બનેલા જ્ઞાનમંદિર પર કોઇ પણ સાધુ-સાધ્વીજીનું કે શ્રાવક-શ્રાવિકાનું નામ લખાવી શકાય નહિ. જેટલી રકમ જ્ઞાનખાતાની વપરાઇ હોય તેટલી ૨કમ જો શ્રાવક ચૂકતે કરે તો તેનું નામ જરૂર લખી શકાય, પણ એક લાખ રૂપીયા જ્ઞાનખાતાના વપરાયા અને તે પચીસ/પચાસ હજાર રૂપીયા આપે તો તેનું નામ આખા જ્ઞાનમંદિર પર ચઢાવી શકાય નહિ. જ્ઞાનમંદિરના નિર્માણમાં આટલો લાભ તેમણે લીધો છે તેવી નાની તકતી. મૂકી શકાય. (H) વિહારમાં સાધુ-સાધ્વીની વ્યવસ્થા માટે કે વૈયાવચ્ચ માટે જ્ઞાનદ્રવ્ય વપરાય નહિ. 14 | સાઘુદ્રવ્ય : | 5 સાઘ્વીદ્રવ્ય : આવક 1. અસાર સંસારનો ત્યાગ કરીને મોક્ષમાર્ગની આરાધનામાં લીન બનેલાં પૂજનીય સાધુ-સાધ્વીજી Jain Education International મહારાજની વૈયાવચ્ચ માટે શ્રાવક-શ્રાવિકાઓએ અર્પણ કરેલું દ્રવ્ય સાધુદ્રવ્ય તથા સાધ્વીદ્રવ્ય કહેવાય છે. 2. દીક્ષાપ્રસંગે દીક્ષાર્થીને વહોરાવવાના ઉપકરણની ઉછામણીની રકમ પણ આ ખાતામાં લઈ જવાય છે. સદુપયોગ : 1. પૂજનીય સાધુ-સાધ્વીજી મહારાજોના વૈયાવચ્ચમાં, 2. તેમના વિહારાદિની વ્યવસ્થા કરવામાં. ૩. તેમને જરૂરી વસ પાત્ર, ઉપકરણ આદિ વહોરાવવામાં. કેટલાક સૂચનો ઃ (A) વિહારમાર્ગમાં સાધુ-સાધ્વીજીને ગોચરી-પાણી વગેરે વહોરાવવા માટે બસ વગેરેમાં જવા-આવવાનું ભાડું શ્રાવકને વૈયાવચ્ચ ખાતામાંથી ખપી શકે નહિ. (B) સંયમ જીવનની આરાધનામાં બાધક બનતી જે કોઇ બાહ્ય પ્રવૃત્તિ હોય, જેવી કે ફોટા પડાવવા, તૈલચિત્રો તૈયાર કરાવવાં ઈત્યાદિ પ્રવૃત્તિમાં પણ વૈયાવચ્ચની રકમ વાપરવી ઉચિત નથી. શ્રાવકદ્રવ્ય : 7| શ્રાવિકાદ્રવ્ય : જિનેશ્વર પરમાત્માની તમામ આજ્ઞાઓને શિરસાવંઘ કરી યથાશકય આજ્ઞાઓનું જીવનમાં પાલન કરનારા, જે આજ્ઞા પાળી ન શકાય તેનું દુઃખ વ્યકત કરનારા શ્રાવક અને શ્રાવિકાઓને પણ છઠ્ઠા–સાતમા નંબરનું ધર્મક્ષેત્ર ગણવામાં આવ્યાં છે. આવાં આરાધક શ્રાવક-શ્રાવિકાઓને પૂર્વના કોઈ અંતરાયકર્મના ઉદયે ધન-સંપત્તિ આદિ ચાલી જાય અને જીવનનિર્વાહ કરવાની મુશ્કેલી ઉભી થાય તેમનો આરાધક ભાવ ટકાવી રાખવા માટે તેમની ઉચિત ભકિત કરવી, એ ધનાઢય શ્રાવકશ્રાવિકાઓની ફરજ બની રહે છે. શ્રાવક-શ્રાવિકાની ભકિત માટે કોઇએ ભેટ કરેલી ૨કમ વગેરે આ ક્ષેત્રમાં વાપરી શકાય. સદુપયોગ : જિનશાસનની આરાધના કરનારા તથા સાતે પ્રકારના વ્યસનાદિ પાપાચારોથી સદાને For Private & Furnal Use Only 146 www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy