________________
૦૦૦૦૦૦૦૦૦૦૦0000000000000000000000000 તીર્થયાત્રાએ જતાં પૂર્વે ૪૦૦૦૦૦૦૦૦૦૦000000000000000000000000000
એક સમય હતો, જ્યારે તીર્થયાત્રા પદયાત્રા દ્વારા જ થતી જ. અથવા તો ગાડા જોડીને થતી આજે પણ એવા વૃદ્ધો છે જેમણે ગાડા જોડીને જાત્રા કરી હતી. બસ, ટ્રેન કે ટેક્ષી જેવાં સાધનો ન હતાં એટલે વિરાધના ઓછી થતી અને પગપાળા અથવા ગાડા કે ઘોડાઓ દ્વારા યાત્રાઓ થતી.
આજે સમય પલટાયો, યુગ બદલાયો અને વિજ્ઞાને વાહનોનો ઢગલો કરી નાખ્યો. ૨ ! હવે તો રોડ પર માણસને ચાલવાની જગ્યા જ કયાં રહી છે ? રોડ પર ધસમસતા નદીના પૂરની જેમ સતત વાહનો દોડયે જતાં હોય છે. ધરતી વાહનોથી ભરાઈ રહી છે અને નભોમંડળ ફલાઈટોની ઘરાટીથી ગાજી રહ્યું છે. હવે તો એરટેક્ષીઓના આગમનના ભણકારા વાગી રહ્યા છે. આવતી કાલે કદાચ આકાશમાં ટ્રાફિક જામ થઈ જાય તો કંઈ કહેવાય નહિ !
વાહનો વધ્યા તેમ સાથે સાથે વાહનો દ્વારા તીર્થયાત્રાઓ પણ વધી છે. દૂરદૂરના પ્રદેશોમાં, અંતરીયાળ તીર્થોમાં પણ યાત્રિકો જવા લાગ્યા છે. વહીવટદારો પણ જાગ્રત થયા છે અને મોટાભાગના તીર્થોમાં યાત્રિકોને સારી સુવિધાઓ પણ મળવા લાગી છે. શ્રાવક સંઘમાં દાનનો પ્રવાહ પણ વધ્યો છે, જેના પ્રભાવે તીર્થોમાં સગવડો વધી છે. અને નવા નવા કેટલાક તીર્થો કરોડો રૂપિયાના ખર્ચે પણ વઘ્યા છે. આમ
1. તીર્થયાત્રાઓ વધી છે. 2. તીર્થો વઘ્યા છે.
3. તીર્થોમાં સગવડો વધી છે.
4. અને શ્રાવક સંઘમાં ઉદારતા પણ વધી છે. પણ આ વધારાથી એકદમ રાજી થઈ જવાય એવું નથી. કેમકે જેમ
Jain Education International
၁ဝဝဝဝဝဝဝဝဝဝဝ၉
2000000008
1. તીર્થયાત્રાઓ વધી છે તેમ સાથે આશાતનાઓ પણ વધી છે.
2. તીર્થોવઘ્યા છે,સાથે સાથે ગેરવહિવટો પણ વધ્યા છે.
3. તીર્થોમાં સગવડો વધી છે સાથે સાથે તે સગવડોનો દુરુપયોગ પણ વધ્યો છે.
4. ઉદારતા વધી છે તેમ સાથે સાથે માત્ર નામના કરી લેવાની અને પૈસા આપીને છૂટી જવાની વૃત્તિ પણ વધી છે. તેથી જ તીર્થો એક ચિંતાનો વિષય બન્યા છે. હમણાં ગવર્મેન્ટે ઈયરએન્ડીંગ દીવાળીને બદલે માર્ચમાં ફેરવ્યું છે. તેથી છેલ્લા બે એક વર્ષથી મોટેભાગે ચોપડા પૂજન બંધ થઈ ગયું છે. તેથી લોકો ધરે ન રહેતાં વેકેશન પડતાંની સાથે તીર્થોમાં ઉપડી જાય છે. આ વર્ષે (વિ.સં. ૨૦૪૮) દરેક તીર્થોમાં યાત્રિકોનો ભરાવો એટલા મોટા પ્રમાણમાં થયો કે બહાર મંડપો નાખીને લોકોને ઉતારવા પડે એવી પરિસ્થિતિ આવી ગયેલી.
થોડાક વર્ષો પૂર્વે સુરત, મુંબઈ જેવા શહેરોમાં ધંધાર્થે ગયેલા શ્રાવકો દીવાળી ટાણે દેશમાં આવી જતા, ઘર ઉઘાડતા, ગામડામાં રહેતા અને જિનાલયો વગેરેની સાફસફાઈનું તથા વહિવટની સમુચિત વ્યવસ્થા કરતા. હવે લોકોએ ગામડે જવાનું બીલકુલ માંડી વાળ્યું છે. એટલે ગામડાંના મંદિરોની દેખભાળ બીલકુલ બંધ થઈ જવા પર છે.
વેકેશનમાં ગામડે જવાને બદલે લોકો સપરિવાર તીર્થોમાં જવા લાગ્યા છે. તે લોકોને જણાવવાનું કે ગામડાંના મંદિરોની ઉપેક્ષા સેવાય તે બરોબર નથી. વર્ષમાં એકવાર તો ગામડાંના મંદિરોની સાર-સંભાળ કરવા શહેરોમાંથી સમય કાઢીને ત્યાં જવું જ જોઈએ. ઘણા ગામડાંઓમાં પાંજરાપોળો, કબૂતરાંનાં
126
For Private & Personal Use Only
www.jainelibrary.org