SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે પ્રભુના વચનની આરાધના કરતાં કરતાં એક દિ' એવી ધન્ય ઘડી પળ આવે છે કે જેમ ભકત બાહ્ય સંયોગથી નિવૃત થયો છે તેમ અંદર આત્મામાં રહેલા વિષય કષાયોના સંગથી વિરામ પામી જાય છે. તેના અંતરાત્મામાં એક વિરાટ પ્રશમનો મહાસાગર ઉમટવા મંડે છે. વિષયો અને કષાયોના તોફાન ઉપશાંત થઈ જાય છે. આવી પરિસ્થિતિ રચાઈ જતાં સાધકને સ્વાત્મામાં પરમાત્માનું નિમળ દર્શન સંપ્રાપ્ત થાય છે. પ્રભુ સાથેનો ભેદ મીટી જાય છે. સાધક પરમાત્મા સાથે તન્મય તલ્લીન અને તદ્રુપ બની જાય છે. આખું જગત તેને ૫૨માત્મામય દેખાવા મંડે છે. પૂર્વે સાધક મંદિરમાં રહેલા ભગવાનની ભકિત કરતો હતો પણ હવે તો તેના હૃદયમંદિરમાં જ તેને પરમજયોતિ સ્વરૂપે ૫રમાત્માનું પાવન નિર્મળ દર્શન સંપ્રાપ્ત થાય છે. આખું વિશ્વ તેને પરમાત્મામય દેખાય છે. જગતના સર્વ પદાર્થો વિનાશી અને તુચ્છ ભાસે છે. દેહાઘ્યાસના તૂટીને ટૂકડા થઈ જાય છે. આવા સાધકને કોઈ ઘાણીમાં ઘાલી પીલે તોય તે કૈવલ્યજ્ઞાન મેળવીને ઝંપે છે. શાસ્ત્રકાર પરમર્ષિ ભગવંતો આને અસંગઅનુષ્ઠાન કહે છે. જેને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી કેમકે તે નિરુપમ, અનુપમ છે, અદ્ભુત છે અને અભૂતપૂર્વ છે. આવા અસંગ અનુષ્ઠાનમાં વર્તતો સાધક લાગ આવે તો માત્ર અંતઃમુહુર્તમાં ક્ષપકશ્રેણી માંડી કૈવલ્યજ્ઞાન પામી શૈલેષીકરણ કરી અષ્ટકર્મને ક્ષણવારમાં ભસ્મીભૂત કરીને શાશ્વત મોક્ષપદ પર બિરાજી જાય છે. પ્રભુના આકર્ષણથી પ્રારંભાયેલી આ વિકાસયાત્રા આગળ વધતાં વધતાં છેક શાશ્વત ધામ ૫૨ પહોંચાડીને ઝંપે છે. મોક્ષ પામવો, મોક્ષ મેળવવો એ સૌથી છેલ્લી વાત છે. એ સૌથી છેલ્લી સિદ્ધિ છે. તેનો પ્રારંભ પ્રભુ પ્રત્યેના આકર્ષણથી, પ્રભુ પ્રત્યેના પ્રેમથી અને પ્રભુના પૂજન અને અર્ચનથી કરવાનો છે. Jain Education International પ્રભુના દર્શન અને પૂજનમાં પાંચ અભિગમ અને દશત્રિકનું પાલન કરવાનું છે. અભિગમ અને દશત્રિક પાલન કેવી રીતે કરવું તે અંગેની માહિતી પ્રસ્તુત પુસ્તકમાં રજૂ થઈ છે. દ્રવ્યપૂજા અને દ્રવ્યક્રિયાનો ભાવપૂજા સાથે સીધો સંબંધ છે. જેટલા દ્રવ્યો ઉત્તમ હશે એટલા ભાવ ઉત્તમ જાગશે. જેટલી ક્રિયા શુદ્ધ હશે એટલો ભાવ શુદ્ધ થશે. જેટલો ભાવ શુદ્ધ થશે તેટલો સ્વભાવ વિશુદ્ધ બનશે. કેટલાક દ્રવ્યપૂજા કે દ્રવ્યક્રિયાને જતી કરીને માત્ર ભાવશુદ્ધિ કરવાની વાતો કરે છે, તે લોકો ખરેખર હવામાં બાચકાં ભરવાની કે પાણી વગર પ્યાસ બુઝાવવાની ચેષ્ટા કરી રહ્યા છે. પ્રથમ આપણે દ્રવ્યપૂજાને, દ્રવ્યક્રિયાને શુદ્ધ બનાવીએ. શાસ્ત્રીય બનાવીએ અને તે દ્વારા ભાવશુદ્ધિને સંપ્રાપ્ત કરીએ. ફરી એકવાર કહી દેવાનું મન થાય છે કે જૈનત્વના મૂલાધાર સમી, શ્રાવક જીવનના પાયા સમી, અઘ્યાત્મમાર્ગની સોપાનશ્રેણી સમી, વિઘ્નોનો વિનાશ કરનારી, અભ્યુદયને સાધી આપનારી, પાપકર્મોને ટાળનારી, પુણ્યકર્મોને વધારનારી અને છેક શાશ્વતધામ પરમપદ પહોંચાડનારી આ ત્રિભુવનગુરૂ શ્રી જિનેશ્વર દેવાધિદેવની પૂજા વિના ઉદ્ધાર નથી, વિકાસ નથી, આગળ વધવાનો કોઈ અવકાશ નથી. માટે વહેલી તકે સહુ કોઈ પ્રભુની દ્રવ્ય અને ભાવપૂજામાં પ્રવૃત્ત થાય એ શુભાભિલાષા. આતિની જેમ મંગળદીવાને પણ પૂજીને પછી નીચેનો દુહો બોલીને મંગળદીવો ઉતારવો. ભામિજીંતો સુરાસુરેહિં તુહ નાહ મંગલપઈવો ! કણચાયલસ્સ નઈ, ભાણુ પાહિણે દિંતો ॥ 125 For Pe & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy