________________
પરમાત્માના કાંડે પૂજા કરતાં વિચારવું કે, હે પ્રાણનાથ ! આ એ હસ્ત છે, જેના દ્વારા આપે ત્રણ અબજ, અઠ્ઠયાસી લાખ, એંશી હજાર સોનામહોરોનું દાન દીધું છે.
હે જગનાથ ! આ એ વરદ હસ્ત છે, જેમાંથી આશિષની વૃષ્ટિ થતાં દૃઢપ્રહારી અને ચંડકૌશિક જેવા પાપાત્માઓનું પણ આત્મકલ્યાણ થયું છે.
હે દીનાનાથ ! આ એ સિદ્ધ હસ્ત છે, જેના દ્વારા આપે ગણધર ભગવંતોના મસ્તકે વાસક્ષેપની વૃષ્ટિ કરીને ધર્મતીર્થની સ્થાપના કરી છે. .
હે કૃપાનાથ ! આ એ પુણ્ય હસ્ત છે, જેના દ્વારા આપે સેંકડો મુમુક્ષોઓને રજોહરણનું દાન કર્યું છે.
હે મારા નાથ ! આપના આ કરકાંડાની પૂજા કરતાં એવી પ્રાર્થના કરું છું કે મને વહેલી તકે વિચરતા વિહરમાન ભગવાનનો સંયોગ મળે, તેમનો પવિત્ર હાથ મારા મસ્તક પર પડે, તેમના વરદ હસ્તે મને વાસક્ષેપ-આશીર્વાદ અને પ્રજયા મળે.
હે પ્રભુ ! પતિ જેમ પત્નીનો હાથ પકડયા બાદ જીવનભર તેને નભાવે છે. તેમ આપ પણ મારો હાથ પકડી અને કાયમ માટે મને નભાવી લો. કેમકે ગમે તેમ તોય હવે હું આપનો છું.
બસ પ્રભુ ! બસ, કરકાંડે પૂજા કરતાં પુનઃ પુનઃ એજ વિનંતી છે કે આપ હવે મારો હાથ ન છોડશો, મને હાથ પર રાખશો, અને આ સંસારની કેદમાંથી જલ્દી છોડાવશો.
4 જમણા તથા ડાબા ખભે : માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત । ભુજા બળે ભવજળ તર્યા, પૂજો બંધ મહંત ॥ ૪ ॥ પરમાત્માના ખભે પૂજા કરતાં વિચારવું કે, હે નિરહંકાર ! આ એ સ્કંધ છે, જેમાંથી અહંકાર સાવ નામશેષ થઇ ગયો છે.
હે નિરંજન ! આ એ સ્કંધ છે, જેણે શરણાગત
Jain Education International
તમામ જીવોને મુક્તિપુરીમાં પહોંચતા કરવાની જવાબદારી વહન કરી છે.
હે નિરાકાર !“આ એ સ્કંધ છે, જેમાં રહેલા અનંત વીર્યના બળે આપ ખુંખાર અને તોફાની ગણાતા એવા ભવસાગરને પણ તરી ગયા છો.
હે નિરુપાધિક ! આખા ય વિશ્વની જવાબદારી વહન કરવાની શક્તિ આપ કૃપાળુમાં છે, તો હવે મહેરબાની કરીને મને તારવાની જવાબદારી પણ આપ ઉઠાવી લેવા કૃપા કરો.
હે નિરાગી ! અહંકારનું એડ્રેસ છે ખભો ! માણસ જયારે અભિમાનથી ઉભરાય છે ત્યારે તેના ખભા સતત ઉંચાનીચા થવા માંડે છે. હે પ્રભુ ! અચિંત્ય શકિત અને સામર્થ્ય હોવા છતાં આપે અહંકારને કયાંય ઘૂસવા દીધો નથી.
હે નિસ્નેહી ! મોહવશ બનેલા માતાપિતા આપને વિદ્યા ભણાવવા પંડિત પાસે લઇ ગયા. ત્યારે આપ મહાજ્ઞાની હોવા છતાં શાંત રહ્યા અને પંડિતના ગૃહાંગણને પવિત્ર કર્યુ. ગોશાળા, ગોવાળિયા કે ગામડીયા જે કોઈ ઉપસર્ગ કરવા આવ્યા તે સહુને આપે સહર્ષ વધાવી લીધા. કયારેક જમાલી જેવા શિષ્યોએ ખુદ આપની સામે જ બંડ પોકાર્યું, તોય આપ સાગરવર ગંભીરા બની રહ્યા.
હે નિરામય ! આપની સ્કંધપૂજાના પ્રભાવે મારો અહંકાર નષ્ટ થાઓ, અને મને વિનયગુણની પરિપ્રાપ્તિ થાઓ.
5 | મસ્તક-શિખાએ
સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત । વસીયા તેણે કારણ ભવિ, શિરશિખા પૂર્જત ॥ ૫ ॥ પરમાત્માની મસ્તકશિખાએ પૂજા કરતાં વિચારવું કે,
હે વિશ્વમૂર્ધન્ય ! આ એ મસ્તક છે, જેમાં સકલ વિશ્વના જીવોનું કલ્યાણ કરવાની કામના ઠાંસી ઠાંસીને ભરેલી છે.
હે વિશ્વશરણ્ય ! આ એ મસ્તક છે, જેમાં
110
For Private & Personal Use Only
www.jainelibrary.org