________________ [56] હાળ 7/11 અભ્રકનું એક ચોસલું લઈને તેના ઉપર રહેલાં પડીને એક પછી એક ઉખેડતા જઈએ તો ક્રમે ક્રમે એ ચોસલાના અંગને જ નાશ થઈ જાય છે. તે પ્રકારે અનુભવ, અનુભાવ્ય અને અનુભાવક-આ ત્રિપુટીજ અદશ્ય થઈ જાય એકનો બીજા સાથે કર્યો સંબંધ રહે ? અર્થાત્ તે કઈ પણ જાતને સંબંધ રહી શકતું નથી. શુદ્ધ આત્મા કે પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરવા જતા જ્યાં અનુભવની આવી દશા થાય અર્થાત્ એ અનુભવની ત્રિપુટી જ અદૃશ્ય થઈ જાય ત્યાં શબ્દો દ્વારા તાગ કઈ રીતે લાગી શકવાન છે અર્થાત્ જ્યાં અનુભવ જ ૨હે નહીં ત્યાં શબ્દોથી આત્માનું વર્ણન થઈ જ કયી રીતે શકે? અનુભવ હોય તેજ શબ્દથી વર્ણન થાય ને ? જે પરમાત્મસ્વરૂપનું વર્ણન કરવામાં પરા વાણી પાંગળી બની જાય છે, ત્યાં નાદને તે ગજ જ વાગતું નથી, અર્થાત્ વાણી વિના શબ્દ જ સંભવતું નથી. તે પરમાત્મ તત્તવનું મુખથી વર્ણન કરી શકાય એમ બને ખરું? આમ હોવાથી અનુભવનું નિરૂપણ કરવાનું શબ્દ જે કૌતુક કરે તે જ્યાં અનુભવને જ લેપ થઈ જાય છે ત્યાં શબ્દની શક્તિ કેટલી ? પરંતુ આત્મજ્ઞાનના સંબંધમાં તેવું નથી. આત્મા વિષેનું જ્ઞાન આપતા રહીને તે પૂર્ણપણે પ્રાપ્ત થતાં શબ્દ પોતે જ સ્વાભાવિક રીતે લુપ્ત થઈ જાય છે અને કેવળ જ્ઞાન અવશિષ્ટ રહે છે. ઈતિ શ્રી પંચપરમેષ્ઠી મંત્રરાજ ધ્યાનમાલા, અનુભવલીલા. બાલવિલાસ. पणमामि (આધ્યાત્મિક નમસ્કાર ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org