________________ [ 227] ઢાળ 1/2 સાહ - સાધુદેઈ નયન ... .. . બંને ચક્ષુ સ્થાને. ચપદ . . ચારેય પદે. સિદ્ધચક્રની માંડણી ... સિદ્ધચકના નવપદની સ્થાપના અથવા તેનો ન્યાસ. કર્મયંક . . . સકલ કમ મળ. ભાવાર્થ ધ્યાનને બીજો પ્રકાર એવો છે કે થાતાએ ઋારપૂર્વક અરિહંતપદને પગના ઉપરના ભાગમાં સ્થાપિત કરવું. સિદ્ધપદને ભાલસ્થલમાં સ્થિર કરવું; ગણિ એટલે આચાર્યપદને નાસિકામાં સ્થાપિત કરવું, અને ઉપાધ્યાયપદ તથા સાધુપદને બંને આંખમાં સ્થાપિત કરવાં. કંઠકમત, હદયકમલ, ઉદરકમલ અને નાભિકમલમાં ક્રમશઃ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર પદેને સ્થાપિત કરવાં. આ પ્રકારે સિદ્ધચક્રનાં પદોની માંડણ કરીને હૃદયથી આત્મભાવનું ધ્યાન કરવામાં આવે તે કર્મરૂપ કાદવ દૂર થતાં થતાં છેવટે પરમાત્મ પદવીને મેળવી શકાય છે....૨ વિવરણ: ચરણનો સ્વભાવ માર્ગ શોધવાનો છે તે માટે ધ્યાની પુરુષ છે નમો અરિહંતાજું પદ દ્વારા માર્ગો પદેષ્ટા અરિહંત ભગવાનને ચરણમાં સ્થાપીને ધ્યાન કરે. સમગ્ર શરીરમાં કપાળનું સ્થાન ઉંચું છે, ચંદ્ર જેવા આકારવાળું છે અને સિદ્ધ ભગવંત લેકના અગ્ર ભાગમાં ચંદ્રાકાર સિદ્ધશિલામાં વિરાજમાન છે. તેથી >> નમો સિદ્ધાળે પદદ્વારા કપાળમાં સિદ્ધ ભગવંતેનું ધ્યાન કરવું. ઉન્નત નાસિકા એ શરીરની શોભા છે તેમ આચાર્ય ભગવંત લોકમાં ઉનત શેભાવાળા હેવાથી 3 નમો નાચરિયાળું પદ દ્વારા આચાર્ય ભગવતનું નાસિકામાં ધ્યાન કરવું. આંખનું કાર્ય જોવા-જાણવાનું છે અને ઉપાધ્યાય મહારાજ જ્ઞાન આપતા હોવાથી છે નમો ઉવજ્ઞાવાન પદ દ્વારા ઉપાધ્યાય મહારાજનું જમણ આંખમાં અને સાધુ મહારાજ દર્શન શુદ્ધ તપ એટલે ચારિત્રને આદર્શ ઉપસ્થિત કરતા હોવાથી નમો ટોપ સત્રસાદૂ પદ દ્વારા સાધુ મહારાજનું ડાબી આંખમાં ધ્યાન કરવું. સિદ્ધચક્રના નવ પદે પૈકી પાંચ વિષે ઉપર જણાવી દીધું. હવે વન પદને કંઠકમળમાં, જ્ઞાન પદને હૃદયકમળમાં, વારિત્ર પદને ઉદરકમલમાં અને ત૬ પદને નાભિકમળમાં સ્થાપિત કરવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org