________________ ઢાળ 1/1 ઢાળ છઠ્ઠી ( 5) ( પુરુષાતમરૂપની સ્થાપના-નવકાર મંત્રની ધારણા ) મૂળ: શ્રી અરિહંત પદ વદનિ, ભાલ તલિ સિદ્ધ વિરાજે; ભાવાચારિજ કંકિ, વાયગ મુણિ બહુ સમાજે ચૂલા પદ ચઉ પીડ, સકલ સા(સ)રીર પઈહિય; પુરુષાતમરૂપ થાપના, ધ્યાન સ્વરૂપ અહિક્રિય; આતમને પરમાતમા, એક ભાવ થઈ મનિ રમેં ( ત્રિતય ભેદ અભેદથી તે જ્ઞાની પદિ જન નમેં. ).....1 બે - ષટ્પદ કવિત્વની જાતિ. લકનો પુરુષાકાર બનાવીઈ તિહાં અરિહંતપદની સ્થાપના મુખનઈ વિષઈ. ભાલસ્થલિઇ સિદ્ધપદની સ્થાપના. ભાવાચાર્ય સુવિહિત ગણી આચાર્ય તેહની કંઠિ, ગલઈ થાપના. વાચક–ઉપાધ્યાય, મુનિ–સાધુ તે ભુજા બિહું થાપિઇં. ચૂલિકાનાં ગ્યાર પદ તે પૃષ્ઠ જાણવી. ઈત્યાદિ સર્વ સરીરની પ્રતિષ્ઠા થાપીઈ. એ પુરુષાતમરૂપની સ્થાપના થાનમયઈ અધિષ્ઠિત કરીઈ. તિવારઈ અંતર આત્મા અનઈ પરમાત્મા એક ભાવ એકરૂપ થઈ મનમાં રમાડી. તિવારઈ ગ્યાતા 1, ધ્યાન 2, ચેવ ૩-એ વિતય ભેદ છઈ તે અભેદ. પણે એક રૂપ જ ધ્યેયપણઈ થાઈ....૧ * આ કડીનું છઠું પાર ઉપલબ્ધ નથી. અર્થ સંગતિથી છઠું પાદ બનાવી કસમાં મૂક્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org