________________ [187] ઢાળ 5/1 વિવરણ– અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન-કષાયના આ ચાર પ્રકારની ચોકડીને પરમાર્થદર્દીઓએ ચંડાળ ચોકડી કહી છે. અનંતાનુબંધી કષાયના ઉદયે સમ્યક્ત્વ પ્રાપ્ત ન થાય, અપ્રત્યાખ્યાન કષાયના ઉદયે શ્રાવકપણું પ્રાપ્ત ન થાય, પ્રત્યાખ્યાન–આવરણ કષાયના ઉદયે સાધુપણું પ્રાપ્ત ન થાય અને સંજવલન કષાયને ઉદય અપ્રમત્તભાવ-વીતરાગતાથી વંચિત રાખે. આ રીતે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને વીતરાગતા એ આત્માના ગુણ છે તે તેને આવરીને આત્માને તે તે ગુણોથી વંચિત રાખનારા આ કષાય છે. આ ચોકડીના કષાયે અજર, અમર, સિદ્ધ, બુદ્ધ અને શુદ્ધ સત્વરૂપી આત્માને પણ સ્વરૂપથી ભ્રષ્ટ કરી ચોરાશી લાખ એનિના ચકકરમાં ૨ખડાવે છે. આ ચંડાલાકડી બધું રમણ-શ્રમણ કરાવનારી છે. આવો નિર્ધાર થવું જરૂરી છે. તે જ આત્મા ધર્મમાગે ઉપયોગ ( જાગૃતિ ) રાખી આગળ ધપી શકે. આત્માના મૌલિક ગુણ તરીકે ચારિત્રગુણની માન્યતાના પાયા પર જ ધર્મ આરાધના ટકી શકે છે. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે - पक्षं संज्वलनः प्रत्याख्यानो मासचतुष्टयम् / अप्रत्याख्यानको वर्ष जन्मान्तानुबन्धकः // 7 // તૃણના અગ્નિની માફક સળગી ઊઠે અને તત્કાળ શાન્ત થાય તે સંજવલન કષાય છે, તે એક* પખવાડિયા સુધી રહે છે; તે સંપૂર્ણ વિરતિને રોકતું નથી, પણ તેને અમુક અંશે મલિન કરે છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાર માસ સુધી ટકે છે, તે સંપૂર્ણ વિરતિને રોકે છે, પણ અમુક અંશે વિરતિ થવા દે છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની સ્થિતિ એક વર્ષ સુધી હોય છે અને તે દેશવિરતિને પણ પ્રતિબન્ધ કરે છે. અનન્તાનુબન્ધી કષાયક જીવનપર્યન્ત રહે છે અને આત્માને અનન્ત ભવભ્રમણ કરાવે છે. (7)...1 * અહીં સંજવલનાદિ કષાયની સ્થિતિ પૂલ વ્યવહારનયથી બતાવી છે. કારણ કે બાહુબલી વગેરેને સંજવલન માન એક વર્ષ પર્યત રહ્યું છે અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને અનન્તાનુબંધી કષાય અન્તર્મુદત સુધી રહ્યો છે. 4 કષાય–આમા સાથે કર્મના પુલનો સંબંધ કરાવનાર મિયાત્વ, અવિરતિ, કષાય અને ચોગ છે. જેમાંથી ત્રીજી લાગણી " કષાયો”ની છે. ઈન્દ્રિયોને પોષણ આપવા-વિષયે મેળવવા માટે કોઇને. માનનો. માયાને અને લેભનો ઉગ કરવામાં આવે છે. આ ચારને કા કહે છે. કેઈ પ્રસંગે આ વિષયો મેળવવા માટે, તે કઈ વખતે તેનું રક્ષણ કરવા માટે અથવા પોતાના કે પરના પ્રસંગમાં આ ચાર કષામાંથી કોઈપણુ કષાયવાળી લાગણીની મુખ્યતા હોય છે. આ કાયવાળી લાગણીઓ પુલને આત્મા સાથે સંબંધ વિશેષ દઢ કરાવે છે અને ટકાવી રાખે છે. --પારમાર્થિક લેખસંગ્રહ પૃ. 68 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org