________________
બે બેલ
જૈન પરંપરા માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ પ્રકારનાં દયાને દર્શાવે છે.
શ્રી બૃહત્કલ્પસૂત્ર લઘુભાષ્યમાં “ધ્યાન” અને “ચિન્તા ”નું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે :
આત્માના દઢ-નિશ્ચળ અધ્યવસાય-પરિણામને ધ્યાન કહેવામાં આવે છે અને તે દઢ અધ્યવસાયરૂય અર્થાત્ મનઃસ્થર્થરૂપ સર્વ પ્રકારનું ધ્યાન ચિન્તનરૂપ હોવાથી તેને ચિત્તારૂપ પણ કહી શકાય છે. આ અપેક્ષાએ ધ્યાન અને ચિન્તાને અભેદ છે. પરંતુ દઢ અધ્યવસાય એક અન્તર્મુહૂર્તથી અધિક નિરંતર રહેતો નથી. તેથી એક ધ્યાનમાંથી બીજા સ્થાનના મધ્યમાં અદઢ અધ્યવસાયરૂપ “ચિન્તા” છે તેને ધ્યાનાન્તરિકા પણ કહે છે. અને જે છુટી છુટી (વિપ્રકીર્ણ) ચિત્તની ચેષ્ટા તેને પણ ચિન્તા કહે છે. આવી સામાન્ય ચિત્તચેષ્ટા અને ધ્યાનાન્તરરૂપ ચિન્તા એ બનને ધ્યાનથી ભિન્ન છે.
ધ્યાનના ત્રણ ભેદ –
દઢ અધ્યવસાયરૂપ ધ્યાનના ત્રણ ભેદ છે.
(૧) કાયિક દયાન–
કાયાના વ્યાપારથી વ્યાક્ષેપને ત્યાગ કરી ઉપયુક્ત થઈ ભાંગા વગેરે ગણવા અથવા કાચબાની જેમ અંગોપાંગ સંકેચી સ્થિર રહેવું તે.
(ર) વાચિક ધ્યાન–
(મારે આવી) નિર્દોષ ભાષા બેલવી જોઈએ) પણ સાવદ્ય ભાષા ન બોલવી. આ પ્રમાણે વિચાર પૂર્વક બેલવું તે; અથવા વિકથાને ત્યાગ કરી શાસ્ત્રાભ્યાસ-સૂત્રપરાવર્તન આદિ ઉપગ પૂર્વક કરવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org