________________ [39] ઢાળ 1/5 વિવરણ: આ પ્રકારના ધ્યાનથી જે આનંદેલાસ થાય છે તે જેમ ગૂંગે ગોળના સ્વાદનું વર્ણન કરી શકતું નથી તેમ, શ્રી નેમિદાસ પણ તેનું વર્ણન કરી શકતા નથી, પરંતુ એકાગ્રતાથી સાધકને માનસિક સુખ બહુ થાય અને ગાઢ કર્મો તેમ જ પાપનાં બંધને નાશ થતાં જણાય. અહીં “આ વસ્તુનું સ્વરૂપ આવું જ છે” તેવો નિશ્ચય થાય છે. અર્થાત તત્ત્વવિષયક તાત્પર્ય જ્ઞાન એટલે કે તવાભિનિવેશને સદભાવ થાય છે. અહીં પ્રજ્ઞાષ્ટકના આઠે ગુણેને અન્વય અને વ્યતિરેકથી અનુભવ થાય છે અને તત્ત્વચિંતાત્મક વિવિદિષારૂપ શરણ પ્રાપ્ત થાય છે, જે મહાકલ્યાણકારી છે. આ પ્રકારે શ્રીનેમિદાસ પ્રથમ પાંચ કડીથી પરમાત્માનું તત્વચિંતનરૂપ સાચું શરણું ગર્ભિત રીતે સ્વીકારે છે અને તે જ પ્રસ્તુત રાસનું યથાર્થ મંગલ છે. આત્મા અનાદિકાળથી જન્મ-મરણના પ્રવાહમાં પડેલ તેમ જ અનેક શારીરિક તથા માનસિક દુ:ખને અનુભવતો અજ્ઞાનપણમાં-અનાભોગથી, ગિરિ-નદી-પાષાણના ન્યાયથી જ્યારે આમાનું આવરણ કંઈક શિથિલ થાય છે અને એ કારણે તે આત્માને અનુભવ તથા વિશ્વાસની માત્રા કંઈક વધે છે, ત્યારે તે વિકાસગામી આત્માના પરિણામોની શુદ્ધિ તથા કોમળતા કંઈક વધે છે, જેથી કરી રાગ-દ્વેષની તીવ્રતમ દુર્ભેદ્ય ગ્રન્થિને તોડવાની ચોગ્યતા ઘણે અંશે પ્રાપ્ત કરી લે છે. આ અજ્ઞાનપૂર્વક દુઃખ સંવેદનાજનિત અતિ અ૯૫ આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં “યથાપ્રવૃત્તિકરણ” કહેવાય છે. ત્યારબાદ જ્યારે અધિક આત્મશુદ્ધિ તથા વીલ્લાસની માત્રા વધે છે, ત્યારે રાગ-દ્વેષની દુઘ વિષગ્રથિને ભેદ કરી શકે છે. આ ગ્રથિભેદકારક આત્મશુદ્ધિને “અપૂર્વકરણ” કહે છે, કારણ કે- એવું કરણ– પરિણામ વિકાસગામી આત્માને માટે અપૂર્વ-પ્રથમ જ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એ થી આત્મશુદ્ધિ તથા વીલાસની માત્રા કંઈક અધિક વધે છે, ત્યારે આત્મા મેહની પ્રધાનભૂત શક્તિ-દર્શનમોહ પર અવશ્ય વિજયલાભ પ્રાપ્ત કરે છે. આ વિજયકારક આત્મશુદ્વિને જૈનશાસ્ત્રમાં ‘અનિવૃત્તિકરણ” કહેવાય છે, કારણ કે-આત્મશુદ્ધિ પ્રાપ્ત કર્યોથી આત્મા દર્શનમેહ પર વિજયલાભ પ્રાપ્ત કર્યા સિવાય રહેતો નથી અર્થાત્ તે પાછે હઠત નથી. ઉક્ત ત્રણ પ્રકારની આત્મશુદ્ધિમાં બીજી અર્થાત્ “અપૂર્વકરણ” નામની શુદ્ધિ જ અત્યંત દુર્લભ છે, કારણ કે-રાગદ્વેષને તીવ્રતમ વેગને રોકવાનું અત્યંત કઠિન કાર્ય એના દ્વારા થઈ શકે છે, જે સહજ નથી. જે એકવાર આ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ જાય, તો ફેર ચાહે વિકાસગામી આત્મા ઉપરની કઈ ભૂમિકાથી ગબડી પડે તે પણ ફરી કઈ ને કઈ વાર પોતાના લક્ષ્યને-આધ્યાત્મિક પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ આધ્યામિક પરિસ્થિતિનું સ્વરૂપ અનુભવગત વ્યાવહારિક દૃષ્ટાન્ત દ્વારા કહેવાય છે. જેમ કેઈ એક એવું વસ્ત્ર છે, કે જેમાં મેલથી અતિરિક્ત ચિકણાપણું પણ લાગેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org