________________ ઢાળ 1/5 ( આલંબનના ધ્યાનથી અવર્ણનીય સુખ. ). મળ:– એહ ધ્યાને સુખ ઉપનું જેહ, ગુગે ગેલ ગળ્યા પરિ તેહ; ન કહાર્યો મુખિસુખબહુ થાય, નિબિડ કર્મના પાપ પુલાયમ ટબો: એહવા અવલંબન ધ્યાને જે સુખ ઉપનું તે કેહવું લાગઈ? શુંબઈ ગોલ ગળ્યાંની પરિ થાઈ. મનમાં મીઠું લાગઈ પણિ મુખઈ કાંઈ ઉપમા ન કહી સક. અજાણતાં રહસ્યનઇં ઈમજ હાઈ પણિ એહવા અવલંબન ચિંતનથી કઠિન કર્મની કેડિ ગમઈ. તિવારે વલી કેહ થાઈ તે કહઈ છે. 5 શબ્દાર્થ :- એહ થાને.........................એવા આલંબનના યાને. સુખ ઉપનું.................સુખ ઉત્પન્ન થયું. ગળ ગળ્યા પરિ...ગોળ ખાધા પેઠે ( મનમાં મીઠું લાગે ) ન કહાયે મુખિ. મુખથી કહી શકાય નહીં. નિબિડ કર્મના........ગાઢ કર્મોના. પુલાય...............નાશ પામે, પલાયન થાય. ભાવાર્થ : તેવા આલંબનના ધ્યાનથી જે સુખ ઉત્પન્ન થાય તે અવર્ણનીય છે. * જેમ ગૂગ મનુષ્ય ગોળ ખાય પણ તેની મીઠાશને દર્શાવી શકે નહિં તે જ પ્રમાણે ધ્યાતા જે સુખ અનુભવે તેને કેઈ સાથે સરખાવી શકે કે ઉપમા આપી શકે નહીં તેથી પિતાના મુખથી વર્ણવી શકતો નથી. પણ ઘણું સુખ થાય એટલું જ દર્શાવી શકે છે અને તે આલંબનના ચિન્તનથી કરોડો ગાઢ કર્મો નાશ પામે છે. 5 * સમ્યગદષ્ટિ જીવને જે આનંદ કે ઉલ્લાસ ન હોય, દેશવિરતિને કે પ્રતિમા વહન કરનારને જે ઉલ્લાસ અને નિર્જરા ન હોય, કરડ પૂર્વ સુધી ચારિત્ર પાળનાર સાધુને મધ્યમ પરિણતિએ જે નિજરે ન હોય, તે સઘળાનાં કરતાં અસંખ્યાતગુણ નિજર સમ્યક્ત્વ પામતી વખતે હોય છે. ચોથે પાંચમે અને છઠે ગુણસ્થાનકે રહેલે જીવ જે કર્મ તોડે તે કરતાં સમ્યકત્વ પામતી વખતે જીવ અસંખ્યાતગુણ કર્મ તોડે છે. આવા જવને સઘળાં દુખમાંથી છોડાવનાર સાહજિક જ્ઞાનાદિ ગુણમય વિશુદ્ધ આત્મરવરૂપનું ભાન થતાં મહાનિધિ મળ્યાની જેમ અવર્ણનીય આનંદ ભાવોલ્લાસ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org