________________
ध्यानविचार-सविवेचन અમૂલ્ય એવા આત્માનું ભાન ભૂલાવનાર આ મિથ્યાત્વ છે. સમ્યફવ જેટલું ભદ્રંકર છે, તેટલું જ ભયંકર આ મિથ્યાત્વ છે
મતિને સદા વિપરીત ગતિમાં દેડાવીને પોતાની નાભિમાં રહેલ કસ્તૂરીને બહાર શેાધતા કસ્તૂરીમૃગ જેવી દુર્દશામાં જીવને હડસેલી દેનાર આ મિથ્યાત્વ છે.
વિષધરના વિષની ઝેરી અસર કરતાં પણ ભયાનક અસર આ મિથ્યાત્વાદિની જીવને થાય છે.
માટે તેનાથી બચવા મહામહ-જેતા જિનરાજ એ જ એક અનન્ય શરણ છે–એવા સધથી મનને વાસિત કરવું તે પણ અપાયવિચય ધર્મધ્યાન છે.
અવિરતિ –હિંસા, જૂઠ, ચેરી, ભોગ અને પરિગ્રહ આદિ પાપોનું સેવન એ અવિરતિ છે. તેનાથી પ્રેરાયેલા છ સ્વજન-પરિવારાદિનાં પણ વધ–બંધન કરતાં અચકાતા નથી. આ લોકમાં જે અતિ નિંદનીય ગણાય છે તેવાં હિંસાદિ કાર્યો પણ કરે છે અને પરલેકમાં અતિ દારુણ નરકાદિ વેદનાઓના ભંગ બને છે.
આ હકીકતનું ચિંતન બુદ્ધિને શુદ્ધ કરીને વિરતિધરાની સેવા કરવાની લગની લગાડે છે માટે તે અપાયરિચય ધ્યાનના અંગભૂત છે.
આસવ – મન-વચન-કાયાની અપ્રશસ્ત (આજ્ઞા-નિરપેક્ષ) ક્રિયાથી ઉપાર્જન કરેલાં અશુભ કર્મોના યોગે જીવોને ચાર ગતિમય સંસારમાં ભૂંડા હાલે ભટકવું પડે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત બની દુસહ્ય દુઃખો ભોગવવાં પડે છે.
- આ રીતે જે અપ્રમત્તમુનિ યા ધ્યાનસાધક આત્મા અપાય-રાગાદિ દોષોનું કરુણાસભર હૃદયે જે ચિંતન કરે તે અપાયવિચય ધર્મધ્યાન કહેવાય છે.
વિપાકવિચયનું સ્વરૂપ (૩) વિપાકવિચય –કના વિપાક પરિણામનું ચિંતન કરવું તે વિપાકવિચય ધર્મધ્યાન છે.
જેમ કે-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને મન-વચન-કાયાદિથી ઉપાર્જિત કરેલાં કર્મો જીવને શુભાશુભ ફળ આપનાર છે. કમનાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ-એ મુખ્ય ચાર પ્રકાર છે. તે (ક) જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવને કેવાં કેવાં દારુણ દુઃખ ભોગવવાં પડે છે તેને વિચાર આ ધ્યાનમાં કરવાનો હોય છે.
કમ પ્રકૃતિ એટલે કર્મને સ્વભાવ જેમ કે જ્ઞાનાવરણીય કર્મને સ્વભાવ આત્માના જ્ઞાનગુણને ઢાંકવાનો છે. આ રીતના વિચાર-વિસ્તારમાં મનનું વિચરણ આ ધ્યાનના એક ભાગરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org