SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन અને સિદ્ધિ એ ચિંતા [ ચિંતન | અને ભાવનાની એટલે કે શ્રુતજ્ઞાન અને પંચાચારના પાલનની અપેક્ષા રાખે છે. આ જ ગ્રન્થમાં આગળ સાત પ્રકારની ચિંતા અને ચાર પ્રકારની ભાવનાઓનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. તેમાં ચિંતા દ્વારા શ્રુતજ્ઞાનની અને ભાવના દ્વારા પંચાચારના પાલનની અનિવાર્યતા દર્શાવી છે. જીવનમાં તેને સતતપણે આચરનાર સાધક ધર્મ ધ્યાનમાં ઉત્તરોત્તર વિકાસ સાધી શકે છે. એ સિવાય ધર્મધ્યાનની સાધના અને સિદ્ધિ શક્ય બનતી નથી. આ ગુઢતત્ત્વનો માર્મિક નિર્દેશ પણ “જ્ઞાળા પદથી વનિત થાય છે. ધ્યાનના ચાર પ્રકારોમાં આજ્ઞાવિચયને જે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે તેનાથી એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે સર્વ પ્રકારના ધ્યાનમાર્ગો, દયાનની પદ્ધતિઓ કે પ્રણાલિકાઓને મુખ્ય અને સુદઢ પાયે શ્રી જિનાજ્ઞા છે; આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર આપોઆપ મોક્ષમાર્ગથી બહાર થઈ જાય છે. આત્મવિકાસલક્ષી કઈ પણ પ્રકારના ધર્મધ્યાનનું મૂળ અહીં બતાવેલ પ્રથમ ભેદરૂપ ધ્યાન” છે એમ “શાળા પદમાં રહેલો “આદિ' શબ્દ સૂચિત કરે છે. (૧) યાનની પરિભાષા મૂળપાઠઃ- તત્ર દવા વિતામારના પૂર્વ વિસાવડા અર્થ-ચિતા (ચિતન) અને ભાવનાથી ઉત્પન્ન થયેલ સ્થિર અધ્યવસાય એ ધ્યાન છે. વિવેચન – આત્માના જે અધ્યવસાયે રિથર એટલે વ્યવસ્થિત હોય તે ધ્યાન કહેવાય છે અને જે અધ્યવસાય “ચલ” એટલે અનવસ્થિત હોય તે ચિંતા અથવા ચિંતન કહેવાય છે. શ્રી જિનગમોમાં અને યોગસંબંધી પ્રકરણ ગ્રન્થોમાં ભયાન” અંગેની વિવિધ પરિભાષાઓ જોવા મળે છે. - એ સર્વ પરિભાષાઓ-વ્યાખ્યાઓને સાર એ જ છે કે-ચિત્તની સ્થિરતા-એકાગ્રતા સિદ્ધ કરવી અને પરમાત્મ સ્વરૂપમાં ચિત્તનો ‘લય” કરવો - લય કરો એટલે દૂધમાં જેમ સાકર ઓગળી જાય છે તેમ શુદ્ધ-આત્મસ્વભાવમાં ચિત્તને સર્વથા ઓગાળી દેવું. ક સરખા :-ત્રવત્તનિરોધો થાકૂ અ-ગવર્ન પ = ત જા, एकालम्बनमित्यर्थः । एकस्मिन्नालम्बने चिन्तानिरोधः । चलं चित्तमेव चिन्ता, तन्निरोधस्तस्यैकत्रावस्थापनमित्यर्थः । –‘તરતાર્થસૂત્ર' - શ્રી સિદ્ધસેન ગિરીજા, સૂત્ર ૧-૨૭ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy