SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ આ ગ્રન્થ લેખનના પ્રેરણાદાતા તવદષ્ટા સ્વ. પૂજ્ય પન્યાસ પ્રવરશ્રી ભદ્રંકર વિજ્યજી મહારાજનો એક પ્રેરણાદાયી પત્ર. મુંડારા આ વદી ૧ જ્ઞાનાદિ ગુણ સંપન્ન શ્રી કલાપૂર્ણસૂરિજી સપરિવાર વંદનાદિ. સુ. ૧૧ને પત્ર સમયસર મળ્યો છે. ધ્યાન વિચારે ગ્રંથના પરિશીલનથી આનંદને અનુભવ થયો તે જાણીને સંતોષ થયો. “સુનં ૪૪ વો” એ ગાથા પૂર્વગત શ્રુતની હોવી જોઈએ, તેનું મૂળ હજુ મહ્યું નથી. • આ ગ્રન્થમાં “ધ્યાન શતક”ની ગાથાના પ્રમાણ આપ્યા છે, તેથી ધ્યાન શતકના કર્તા ભાષ્યકારથી પણ આ કૃતિ પ્રાચીન છે, એમ સાબીત થાય છે. ટીકાની રચના પણ આગમિક પદાર્થોથી યુક્ત છે. તેથી ટીકાકાર પણ કેઈ આગમધર મહાપુરુષ છે. એમ સિદ્ધ થાય છે. . દરેકની સાથે “પરમ” શબ્દ લગાડીને વ્યવહાર-નિશ્ચય ઉભયને સમન્વય સાધ્ય છે. માત્રા અને પરમમાત્રા એ બે પ્રકારમાં પ્રથમ પ્રકાર માત્રામાં છે. તેમાં તીર્થfમવ બારમા વરૂાતિ” છે અને પરમમાત્રામાં ચતુર્વિશતિવલય પરિવેષ્ટિત આત્માનું ધ્યાન છે. એ કેવલ્ય અવસ્થા બાદ સપરિકર પરમાત્મદશાનું ધ્યાન સંભવે છે. તેને ફરીવાર જશે તે વધુ સ્પષ્ટ થશે. શ્રી ઉપદેશપદ ગ્રન્થની ગા. ૮૯૦ થી ૮૯૮ સુધીની ટીકામાં એક રાજાની રાણીના ધ્યાનાભ્યાસનું વિસ્તારથી વર્ણન છે. તે પણ જે ન જોયું હોય તો જોશો. તેમાં રાણીને સંશય છેદવા માટે આચાર્ય મહારાજે જે ધ્યાન બતાવ્યું છે, તેની પ્રથમ ગાથા નીચે મુજબ છે. 'संपुन्न चंद वयणो ___सिंहासण संठिओ सपिरवारो। झायव्यो य जिणिदो केवलबरनाणुज्जलो धवलो ॥ ત્યાર પછીની ધ્યાન વિષયક બધી ગાથાઓ જેવા યોગ્ય છે. તે ઉપરથી “પરમમાત્રા” ધ્યાનની પ્રતીતિ થાય છે. ઉપદેશપદને અનુવાદવાળે ગ્રન્થ હોય તે પૃ. પર ૬ થી ૫૩૦ સુધી જોઈ જશો. અંતિમ પદ-પરમપદ અને સિદ્ધિ-પરમસિદ્ધિ એ બે ધ્યાન બધા ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ છે. નમસ્કાર મહામંત્રનું ધ્યાન વ્યવહાર અને નિશ્ચય ઉભયથી કરવાને સ્પષ્ટ વિધાન તેમાંથી પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy