________________
ध्यानविचार-सविवेचन
[ ર૦ અપ્રમત્તપણે વિચરતાં દમદંત મુનિ હસ્તિનાપુર પધાર્યા અને નગરની બહાર પ્રતિમા–ધ્યાને સ્થિર રહ્યા.
યાત્રા માટે પ્રયાણ કરતા યુધિષ્ઠિર આદિ પાંડે ત્યાં થઈને નીકળ્યા. પ્રતિમા– ધ્યાને રહેલા મુનિને જોઈને તે સર્વ તેમને વંદન કરવા ગયા. બહુ નજીકથી જોતાં– આ તે પૂર્વકાળના રાજા દમદંત છે એવી ઓળખાણ થઈ, એટલે વેરઝેરની ક્ષમાયાચના કરી, વંદન કરી કૃતકૃત્યતા અનુભવી.
ત્યાર પછી દુર્યોધન તે જ રસ્તેથી પસાર થયે. તેણે પણ મુનિને જોયા. “અરે! આ તે દમદંત રાજા છે એમ જાણતાં જ તેમના પ્રત્યેને તેને રોષ ઊભરાયે અને તેમના દેહ ઉપર બીજેરાને ઘા કર્યો.
દુર્યોધનનાં આ વર્તનનું અનુકરણ કરીને તેના સેવકે એ ધ્યાનસ્થ મુનિરાજ ઉપર પથ્થર ફેંકયા. મુનિરાજને દેહ તેના વડે ઢંકાઈ ગયે.
કેટલાક સમય પછી ત્યાંથી પસાર થતા પાંડેએ ધ્યાનસ્થ મુનિના સ્થાને મોટા પથ્થરોનો ઢગ જે. તપાસ કરતાં બધી બાતમી મળી. એટલે તરત જ નજીક જઈ પૂરી કાળજીપૂર્વક તેમણે બધા પથ્થરો દૂર કર્યા.
અવિચલિતપણે પ્રતિમા ધ્યાનમાં મન મુનિને જોઈને પાંડવોએ ભાવપૂર્વક વંદન કર્યું, અપરાધની ક્ષમા યાચી, મુનિના સમતાભાવની અનુમોદના કરતા સ્વસ્થાને ગયા.
દુર્યોધન દ્વારા કરાયેલા ઉપદ્રવ અને યુધિષ્ઠિર આદિ દ્વારા કરાયેલી ભક્તિ-બને તરફ મુનિ મધ્યસ્થ ભાવમાં રહ્યા. - આ છે રાગ અને દ્વેષ-ઊભયની પરિણતિથી મુક્ત મધ્યસ્થ મહાત્માનું જાજવલ્યમાન દૃષ્ટાન્ત !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org