________________
પરિશિષ્ટ નં. ૧
આચાર્ય શ્રી પુષ્પભૂતિ મહારાજ [ “ભાવથી કલાની જે વ્યાખ્યા કહેવામાં આવી છે, તે આ દૃષ્ટાન્ત સમર્થન કરે છે. અત્યંત અભ્યાસને કારણે દેશ, કાલ તેમજ કારણની અપેક્ષાએ સ્વયમેવ ચડે અને બીજા વડે ઉતારાય તે સમાધિને “ભાવ-કલા' કહેવામાં આવે છે. આચાર્ય પુષ્પભૂતિની આવી સમાવિ તેમના શિષ્ય પુષ્યમિત્ર મુનિએ ઉતારી હતી. આ પ્રસંગ છી આવશ્યક નિર્યુક્તિ” ની હરિભદ્રીય ટીકામાં પૃ. ૭રરમાં ધ્યાન સંવરગના પ્રસ્તાવમાં છે. તેને સાર નીચે મુજબ છે. ]
શિલાવર્ધન નગરમાં “મુંડીકામક નામે રાજા હતે. આ નગરમાં એક વાર પુષ્પભૂતિ નામના આચાર્ય મહારાજ પધાર્યા તેમના ધર્મોપદેશથી રાજા જિન-ધર્માનુયાયી બને.
સમર્થ આ આચાર્ય મહારાજને બહુશ્રુત અને વિજ્યવંત અનેક શિષ્ય હતા. પણ પુષ્યમિત્ર નામને શિષ્ય સમર્થ કૃતધર હોવા છતાં આચારમાં શિથિલ હતો એટલે તેઓ પિતાના ઉપકારી ગુરુથી અલગ રહેતે હતો.
એક વખત પુષ્પભૂતિ આચાર્ય મહારાજને “મહાપ્રાણ” ધ્યાન જેવું સૂકમ-ચાન કરવાને ભાવ ઉત્પન્ન થયા.
આ ધ્યાનમાં જ્યારે પ્રવેશ કરવામાં આવે, ત્યારે એવી રીતે ગનિરોધ કરવામાં આવે છે કે કાંઈ વેદન જ થાય નહિ એટલે આ ધ્યાનમાં કઈ વ્યક્તિ તરફથી કે પરિસ્થિતિવશાત્ અંતરાય ન નડે તેની પૂરેપૂરી કાળજી રાખવી પડે છે.
આવી કાળજી રાખવાનું કાર્ય કેઈ સામાન્ય સાધુ નહિ પણ બહુશ્રુત તેમજ દયાનમર્મ સાધુ જ કરી શકે છે એટલે આચાર્ય મહારાજે પુષ્યમિત્ર મુનિને બોલાવ્યા અને ઉક્ત હકીકત સમજવી, ખાસ કાળજી રાખવાની જવાબદારી તેમને સે પી.
વંદન કરવા આવતા શિષ્યોને ઓરડા બહાર રહીને જ વંદન કરવાની ગુરુની આજ્ઞા હતી એટલે બધા શિષ્ય બંધ દ્વારની તિરાડમાંથી ગુરુવંદન કરવા લાગ્યા. એક વાર જરા ધારીને જોયું તો ગુરુદેવ એકદમ નિચેષ્ટ જેવા દેખાયા.
આ હકીકત તેમણે પુષ્યમિત્રને જણાવી ત્યારે પુષ્યમિત્રે કહ્યું : આ ધ્યાન જ એવું છે કે તેમાં શ્વાસ લેવા-મૂકવાની ગતિ પણ અતિ સૂક્ષમ બની જાય છે. તેથી જેનારને એમ લાગે કે ધ્યાનસ્થ સાધક નિચેષ્ટ છે. માટે તમે ચિંતા ન કરશો.
શિષ્યગણને પુષ્યમિત્રની આ રજૂઆતથી સંતોષ ન થયો. અને ઊલટાની એવી કુશંકા થઈ કે આ વેશધારી સાધુ આપણને ભૂલાવામાં નાંખી રહ્યો છે, આથી તેમણે પુમિત્રને કહ્યું : અમને ઓરડામાં જવા દો. પુષ્યમિત્રે તેમને ન જવા દીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org