________________
૨૮ ]
નિરિવાર-રિન
મનુષ્ય ક્ષેત્રનું કોઈ પણ સ્થાન એવું નથી, જ્યાંથી અનંત આત્માઓએ મુક્તિ ન મેળવી હાય ! વર્તમાન કે ભવિષ્ય કાળમાં પણ આમાઓનું મુક્તિગમન આ જ ક્ષેત્ર અને તેના પ્રત્યેક સ્થાનોમાંથી જ થવાનું છે.
પ્રત્યેક મુક્તાત્માનું સિદ્ધિગમન હંમેશાં સમણિએ જ થાય છે. જે ક્ષેત્રમાં તેઓ દેહત્યાગ કરે છે, તે ક્ષેત્રમાં સમણિએ રહેલા આકાશ-પ્રદેશોને આશ્રયીને જ તે સિદ્ધશિલા તરફ ગમન થાય છે અને એક સમય માત્રમાં જ તે કાકાશની ટોચે પહોંચી જઈને પિતાની અવગાહના મુજબ જ્યાં અનંત સિદ્રો રહેલા છે, તેમની સાથે સમાઈ જઈને પિતાના સ્વતંત્ર વ્યક્તિત્વરૂપે સાદિ અનંતકાળ સુધી ત્યાં જ અવસ્થિત રહે છે.
ઓરડામાં એક દીવાનો પ્રકાશ પથરાયેલું હોય, ત્યાં બીજા ગમે તેટલા દીવા પ્રગટાવવામાં આવે, તે એ બધા દીવાઓને પ્રકાશ એ ઓરડામાં જ અરસપરસ મળી જઈને સમાઈ જાય છે. એ રીતે જ્યાં એક સિદ્ધામાં બિરાજમાન છે, ત્યાં બીજા અનંતા સિદ્ધાત્માઓ પણ અરૂપી અને ચિન્મય જાતિ સ્વરૂપી હોવાથી જાતિમાં જ્યોતિની જેમ એકબીજામાં સમાઈ જઈને નિરાબાધપણે સદા અવસ્થિત રહે છે.
સિદ્ધશિલા લેક બહાર નથી, પણ લકના માથે છે, એ હકીકત ખૂબ જ ધાર્મિક છે. સિદ્ધ પરમાત્મા યાને સુસ્થિત મહારાજા વડે લેક સદા સનાથ હેવાનું ગર્ભિત સૂચન તેમાં છે
જેમના વિશુદ્ધ આત્મામાં કઈ કમ ન રહ્યું હોવાના કારણે સિદ્ધાત્માઓ નિષ્ક્રિય નહિ, પણ અક્રિય હોય છે. તેમને આ સ્વાભાવિક મહાન ગુણ, તેમની અનંત શક્તિના સિગિક વિનિયોગમાં પરિણમે છે.
પ્રણિધાન, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગ એ ક્રમ વિશ્વવિખ્યાત છે. અરિહંત પરમાત્મા એ જીવની માતા છે, તે સિદ્ધ પરમાત્મા એ જીવના પિતા છે.
એક આત્મા સર્વ કર્મ ખપાવીને મુક્ત થાય છે, ત્યારે નિગદની અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળીને એક જીવ વ્યવહાર રાશિમાં આવે છે. તે અસાધારણ પ્રતાપ સિદ્ધ પરમાત્માનો છે.
ઊંડી ખીણમાં ખૂંપેલા માણસને તેમાંથી બહાર કાઢનાર માણસ દેવ સમાન લાગે છે, તેમજ તે જીવે છે ત્યાં સુધી તેને આ ઉપકારને ભૂલતું નથી. તે આપણે બધા જે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યરૂપે આજે જીવીએ છીએ, તેના મૂળમાં (અનંતા) શ્રી સિદ્ધ ભગવંતને અસીમ ઉપકાર રહેલો છે, તે એક ક્ષણ વાર ભૂલી જઈએ. તે કૃતદની ઠરીએ.
શાસ્ત્રાએ મુક્તિને લક્ષ્ય બનાવવાનું જે ફરમાન કર્યું છે તે એકદેશીય નથી, પણ સર્વદેશીય છે, કારણ કે એક જીવની મુક્તિની સાથે બીજા અનંતા જીવોના ઉદ્ધારની પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org