________________
ध्यानविचार-सविवेचन
[ ૨પ
પરમતત્ત્વ-ચિંતા : ધ્યાન, પરમધ્યાન આદિ ચાવીસ પ્રકાર અને તેના પેટા ભેદ (૪, ૪૨૩૭૮) નું જે વિસ્તૃત વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવ્યું છે અને જેનું સંક્ષિપ્ત સ્વરૂપ ગ્રન્થપરિચયમાં દર્શાવવામાં આવ્યું છે, તેનો વિચાર કરવો – એ પરમતત્વની ચિંતા છે.
ચિંતાનુ ફળ : આ બંને પ્રકારની ચિંતાઓ, શક્તિગના આલંબન રૂ૫ છે, અથવા આ બંને પ્રકારની ચિંતાઓના બળે, આમાની વીર્યશક્તિ વધુ પ્રબળ અને પુષ્ટ બને છે – તેથી ધ્યાનમાં અધ્યવસાયની વિશેષ સ્થિરતા થાય છે.
ક્ષીર–નીર ન્યાયે આત્માના પ્રદેશમાં રહેલાં કર્મોનો નાશ કરવા માટે ઉદ્યક્ત થવું એ શક્તિગનું કાર્ય છે. જેમ તલમાંથી તેલ કાઢવા માટે તલને ઘાણીમાં નાંખીને પીલવામાં આવે છે, તેમ જીવ પોતાના આત્મ-પ્રદેશમાંથી કર્મોને અલગ કરવા પ્રયત્નશીલ બને છે.
આ શક્તિગ એક વિશિષ્ટ કોટિનું ધ્યાન છે. તેના પ્રભાવે તલની જેમ કામે પલાવા લાગે છે અને તેલની જેમ આત્માથી છૂટાં પડવા લાગે છે.
(૮) સામર્થ્ય યુગના આલંબન : મૂળપાઠ-સામર્થ્ય સિદ્ધારતનસિવિતાssqન !
અર્થ –સિદ્ધાયતન-શાશ્વત જિનચૈત્ય અને શાશ્વત પ્રતિમાનું અને સિદ્ધ ભગવંતના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું ચિંતન – એ સામર્થ્યાગ-સર્વોત્કૃષ્ટ વિર્ય શક્તિને પ્રગટ કરવામાં પરમ સહાયક હોવાથી તેના આલંબન રૂપ છે.
વિવેચનઃ- આત્માના એક વિશિષ્ટતમ બળનું નામ “સમર્થ ” છે.
પિતાના પ્રદેશમાં પ્રવેશેલા પરદેશીઓને શક્તિ-પ્રયોગ દ્વારા બહાર ધક્કેલી દેતા સમ્રાટની જેમ આત્મારૂપી સમ્રાટ પિતાના પ્રદેશમાં દાખલ થઈ ગયેલા કરૂપી પરદેશીઓને જે શકિત-પ્રયોગ દ્વારા બહાર ધકેલી મૂકે છે. તેને સામર્થ્ય વેગ કહે છે.
આવી વિશિષ્ટતમ શક્તિને પ્રગટ કરવા માટે સાધકે સિદ્ધાયતન એટલે કે જિનચેય તથા સિદ્ધ પરમાત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવારૂપ આલંબન ગ્રહણ કરવાનું હોય છે.
આલંબન જેટલું શુદ્ધ, પુષ્ટ તેટલું ઉત્કૃષ્ટ શક્તિ પ્રાગટય, એ નિયમ અહીં લાગુ પડે છે.
પૂર્વે પમ માત્રા ધ્યાનના સત્તરમાં વલયમાં અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત જિન-પ્રસાદ અને જિન-પ્રતિમાઓના ચિંતનની વાત જણાવી હતી. અહીં તેના વિશિષ્ટ ફળની વાત જણાવવામાં આવી છે.
ત્રણ લેકના શાશ્વત ચૈત્યેની સંખ્યા ૮૫,૭,૯૦ ૨૮૨ અને શાશ્વત જિન-પ્રતિમાઓની સંખ્યા ૧૫, ૪૨, ૫૮, ૩૬૦ ૮૦ છે, તથા વ્યંતર અને જયોતિષીના નિવાસ સ્થાનમાં અને વિમાન માં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org