________________
ध्यानविचार-सविवेचन
[ ૨૩ આવા સમ્યફ ચારિત્રને પ્રાપ્ત કરવાની જેને સદા ઉત્કંઠા રહે છે, તે સમ્યગ દષ્ટા છે. હકીકતમાં પ્રત્યેક ધર્માનુષ્ઠાન મૈથ્યાદિ ભાવથી યુક્ત હોય છે, તે જ એ મોક્ષસાધક બને છે.
પુદ્દગલ પ્રત્યેના રાગના અભાવરૂપ વૈરાગ્યની સાથોસાથ જીવ માત્ર પ્રત્યેના સદ્દભાવરૂપ મળ્યાદિ ભાવો વડે જ મેક્ષસાધના સુશક્ય બને છે.
આ રીતે પ્રત્યેક મિક્ષસાધક આત્માની શુભ ભાવના વિષય બનીને સર્વ જીવો મેક્ષ પ્રાપ્તિમાં નિમિત્તરૂપે ઉપકારક બને છે. નવ–
તમાં પહેલા જીવતવના આવા ઉપકારક સ્વરૂપને અભ્યાસ વધુ મહત્ત્વનો છે–અધિક ઉપકારક છે.
તીર્થંકર પરમાત્માની ભાવદયાના વિષયભૂત જીવને અપાત ભાવ, અનંતગુણે થઈને, જીવના હિતમાં માતા સમાન ભાગ ભજવે છે, માટે ભાવદયાને સર્વ જીવેની માતા કહી છે. સર્વ જીવોને સાધકે સર્વથા પોતાના ઉપકારી સમજવા જોઈએ.
(૨) અજીવ તત્ત્વની ચિંતા : અજીવ તવ ચેતના શક્તિ રહિત છે. તેના મુખ્ય પાંચ પ્રકાર છે :
(૧) ધર્માસ્તિય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્દગલાસ્તિકાય અને (૫) કાળ.
આ પાંચ દ્રવ્યોમાં પુદ્ગલાસ્તિકાય એ રૂપી દ્રવ્ય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શયુક્ત હેય તે “રૂપી' કહેવાય છે. અને જે પુદ્ગલે સ્થૂલ પરિણામવાળાં હોય તે ચક્ષુ આદિ ઈદ્રિયોથી ગ્રાહ્ય બને છે. સૂક્ષમ પરિણામી હેય, તે ઈન્દ્રિયગ્રાહ્ય બની શકતાં નથી. આપણી નજરે જે કાંઈ દેખાય છે, તે સર્વ પૌદ્દગલિક દ્રવ્યો છે. શેષ ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો અરૂપી છે. અરૂપી દ્રવ્યો વર્ણાદિથી રહિત હોય છે, તેથી ઈન્દ્રિયગ્રાહ્ય બની શકતાં નથી.
આ પાંચે દ્રવ્યોના ગુણધર્મો તથા ભેદ, લક્ષણ વગેરેની વિચારણા કરવી તે અજીવ તત્વની ચિંતા છે.
(૩–૪) પુણ્ય-પાપ તત્વની ચિંતા : શુભ કર્મ અને તેનું ફળ એ પુણ્ય છે, તેના બેતાલીસ ભેદ છે. પુ પાર્જને નવ પ્રકારનાં દાનથી થાય છે – અન્નદાન, જળદાન, વસ્ત્રદાન, આસનદાન, વગેરે સાધનમાં સાધ્યનો ઉપચાર કરીને અન્નદાન વગેરે “અન્નપુણ્ય” કહેવાય છે. નવમું નમસ્કાર પુણ્ય એ ઉત્કૃષ્ટ પુણ્યબંધનું કારણ છે.
અશુભ કર્મ અને તેનું ફળ એ પાપ છે. તેના ખ્યાશી ભેદ છે. હિંસાદિ અઢાર પા૫ સ્થાનકે એ પાપોપાજનનાં સ્થાનો-કારણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org