________________
ध्यानविचार-सविवेचन
[ રે તત્વાર્થસૂત્રમાં બતાવેલાં છ દ્રવ્યનાં કાર્ય–લક્ષણનું સૂકમપણે ચિંતન કરવાથી નિમિત્ત કારણની આવશ્યક્તા અને ઉપકારકતા કેટલી છે, તે સ્પષ્ટ સમજી શકાય છે.
જીવ (અને પુદ્ગલ) જ્યારે ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય ગતિમાં સહાય કરે છે અને સ્થિતિ(સ્થિરતા)માં અધર્માસ્તિકાય સહાય કરે છે.
જીવ (અને પુગલ)ની ગતિ-સ્થિતિમાં સહાય કરવી એ જ અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું કાર્ય છે.
હકીકતમાં ગતિ–સ્થિતિનું ઉપાદાન કારણ જીવ પોતે જ હોવા છતાં તે કેવળ સ્વ-શક્તિથી ગતિ-સ્થિતિ કરી શકતું નથી. ગતિ–સ્થિતિ કરવામાં તેને સ્વ-શક્તિ ઉપરાંત અન્ય કેઈ નિમિત્ત કારણની અપેક્ષા રહે જ છે.
સ્વ-શક્તિ એ અંતરંગ કારણ છે. કેવળ અંતરંગ કારણથી કાર્ય ન થાય. અંતરંગ અને બહિરંગ (બાહ્ય) એ બંને કારણે મળે તે જ કાર્ય થાય. જેમ પંખીમાં ઊડવાની શક્તિ છે, પણ પાંખે કે હવા ન હોય, તો તે ન ઊડી શકે, તેમ જીવમાં (અને પુદગલમાં) ગતિ-સ્થિતિ કરવાની શક્તિ હોવા છતાં જે બાહ્ય કારણરૂપ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય ન હોય તે ગતિ–સ્થિતિ કરી શકતા નથી.
તાત્પર્ય કે નિમિત્ત કારણ વિના ઉપાદાન કારણ સ્વયં સક્રિય બની શકતું નથી. એથી જ જીવદ્રવ્યની ગતિ-સ્થિતિમાં ધમસ્તિકાય અને અધમસ્તિકાય નિમિત્ત કારણરૂપે ઉપકારક બને છે. તેમજ જીવનાં શરીર–વાણ-મન-શ્વાસોચ્છવાસ-સુખ-દુઃખ-જીવન અને મરણ એ સર્વ પુદ્ગલ દ્રવ્યનાં ઉપકાર (કાર્ય) છે.
આ રીતે જીવ દ્રવ્યને બીજા દ્રવ્યો સાથે કાર્ય–કારણે ભાવરૂપ જે નૈમિત્તિક સંબંધ છે, તે ઉપરોક્ત ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનાં કાર્ય લક્ષણ દ્વારા સૂચિત કરીને સૂત્રકાર મહર્ષિ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ-રાવપ્રદ વીવાનામ્” – એ સૂત્ર દ્વારા જીના પરસ્પર ઉપકારનું કથન કર્યું છે.
જીવો ? સ્વામી–સેવક, ગુરુ-શિષ્ય, શત્રુ-મિત્ર – આદિ ભાવો દ્વારા પરસ્પર એકબીજાના કાર્યમાં નિમિત્ત બનીને પરસ્પર ઉપકાર કરે છે.
ગુરુ, હિતેપદેશ અને સદનુષ્ઠાનના આચરણ દ્વારા શિષ્ય ઉપર ઉપકાર કરે છે. શિષ્ય, ગુરુને અનુકૂળ વર્તન કરવા દ્વારા ગુરુ ઉપર ઉપકાર કરે છે.
સ્વામી ધન આદિ આપવા દ્વારા સેવક ઉપર ઉપકાર કરે છે અને સેવક અનુકૂળ પ્રવૃત્તિ દ્વારા શેઠને ઉપકારક બને છે.
બે મિત્રો પરસ્પર મિત્રભાવ રાખી એકબીજાના કાર્યમાં સહયોગી બનવા દ્વારા ઉપકાર કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org