________________
ध्यानविचार-सविवेचन
( ૨૨ વિવેચન - આમ અનંત વીર્ય-શક્તિનો મહાસાગર છે, એને જેવાં આલંબને મળે છે તેને અનુરૂપ વીર્ય-શકિત ઉલસિત થઈને પિતાનું કાર્ય કરે છે.
ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટા એ આમાની વય–શક્તિના સામર્થ્ય વિશેષના જ વિશિષ્ટ પ્રકાર છે. ઊર્વિલોક, અલોક અને તિર્યમ્ લે કના પદાર્થોના ચિંતનના આલંબને ક્રમશઃ ઉત્સાહ આદિ ત્રણે ભેગો ઉલ્લસિત થાય છે
આ ત્રણ ગોમાં ઉત્સાહ-યોગનું કાર્ય આત્મપ્રદેશમાં રહેલા કર્મોને ઉપર લઈ જવાનું છે, પરાક્રમ-યોગનું કાર્ય ઉપર આવેલા કમ-દલિને પાછા નીચે લઈ જવાનું છે અને ચેષ્ટાયેગા પિતાના સ્થાનમાં રહેલા કર્મ-પ્રદેશને સૂકવી નાખવાનું કાર્ય કરે છે.
ઊર્વ, અધે અને તિય લોકના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન બુડત સંગ્રહણી, લેકપ્રકાશ” આદિ પ્રન્થમાં છે, ત્યાંથી ગુરગમ દ્વારા જાણી લેવું. અહીં તેને સંક્ષિપ્ત વિચાર કરીશું.
– લેકપુરુષ – સમગ્ર લેક ચૌદ રજજુ પ્રમાણ છે...અને તે પુરુષાકાર ધારણ કરતા હોવાથી તેને લેકપુરુષ” કહેવામાં આવે છે, અર્થાત્ સમતલ ભૂમિ ઉપર બે પગ પહોળા કરી, બંને હાથ કેડ પર રાખી ટટ્ટાર ઊભેલા પુરુષ જેવો લેકનો આકાર છે.
તાત્પર્ય કે માનવાકૃતિ એ લોકપુરુષની આકૃતિની જ લઘુ આવૃત્તિ છે, પણ તેમાં રહેલા આત્માના અસંખ્ય પ્રદેશનું પૂર્ણ પ્રાગટય અને શુદ્ધીકરણ, ચિંતનને લેકસ્વરૂપના યથાર્થ ચિંતનમાં ઢાળવાથી થાય છે – આ રીતે “પિ ડે સે બ્રહ્માંડે' ઉક્તિ સંગત કરે છે.
સમગ્ર લેકને પિતામાં સમાવીને રહેલા લોકપુરુષનું ચિંતન અને ધ્યાન “સર્વત્ર સુથી ભવતુ ઢો:' પદના સતત જાપ તેમજ ચિંતન-મનનથી ક્રમશઃ પ્રગટે છે.
એટલે કે ધર્મસ્તિકાય, અધમરિતકાય, આકાશાસ્તિકાય, પુરાલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ – આ છ દ્રવ્યોથી આ લેક પરિપૂર્ણ–વ્યાપ્ત છે.
અનંત કરુણવંત ભગવંતોએ જી પર ઉપકાર કરવાના શુદ્ધ આશયથી આવે આ લોકના ત્રણ વિભાગ પાડીને તેના ૨વરૂપનું યથાર્થ વર્ણન કર્યું છે. આ ત્રણ વિભાગ તે ઊર્વલક, અલેક અને તિøલોક.
-: અધોલોક :– ચૌદ રજજુ પ્રમાણ આ લેકને નીચેને સાત રજુપ્રમાણ જે અર્ધો ભાગ છે, તે અધોલોક છે-અને તે લોકપુરુષના પહોળા કરેલા બે પગના આકારવાળો છે.
આ આધેલોકમાં ક્રમશઃ નીચેનીચે વિસ્તાર પામતી છત્રાકારવાળી રત્નપ્રભા આદિ નામની સાત નરકભૂમિઓ છે.
રત્નપ્રભા પૃથિવીનો પિંડ એક લાખ એંસી હજાર યોજન પ્રમાણ જાડો છે, તેની ઉપર અને નીચે એક–એક હજાર યોજન છોડીને શેષ એક લાખ અતેર હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org