________________
ध्यानविचार-सविवेचन આ ભાવનાનો મુખ્ય ઉદ્દેશ આસવને સદંતર ત્યાગ કરે તે છે.
જે વિચાર, વાણી યા વર્તન આત્માના ઘરનાં ન હોય, પણ પર-ઘરનાં હેય, પુદ્ગલાસક્તિ-જન્ય હોય, અહ-કેન્દ્રિત હોય, તે બધાં જ આસવરૂપ છે, આત્માને મલિન કરનારાં છે.
પૂર્ણ વિશુદ્ધ પરમાત્માના ગુણની પવિત્રતમ ગંગામાં નિત્ય સ્નાન કરવાને અભ્યાસ પાડવાથી આસવને સમૂળ ત્યાગ થાય છે અને આત્મ-નેહ સુદઢ બને છે.
સતત સવતા એવા સંસારમાં, નિત્ય એવા આત્મામાં દૃષ્ટિ સ્થાપવા માટે આ ભાવનામાં રત રહેવું તે સર્વ અપેક્ષાએ ભદ્રંકર છે, ધ્યાન માટે અનિવાર્ય છે.
(૮) સંવર ભાવના જે મન-વચન-કાયાની વૃત્તિ-પ્રવૃત્તિ કર્મનું ગ્રહણ અટકાવે તે સંવર છે. સંવર ભાવના માટે સમાધિવાળું ચિત્ત અને વચન તથા કાય–ગની સ્વસ્થતા
સ્વ-દોષદર્શન કરવામાં નિપુણ એવા સાધકે આ ભાવનામાં મન-વચન-કાયાને સારી રીતે પરોવી શકે છે.
ઘરનાં બારી-બારણાં બંધ હોય છે. તે પણ, એ બારી-બારણુંની તિરાડમાંથી ઝીણું રજ ઘરમાં દાખલ થયા સિવાય રહેતી નથી. તેમ વચન અને કાય–ગની સ્વસ્થતા છતાં મન પ્રભુદર્શનમાં મગ્ન નથી રહેતું તે, કમની રજ આત્માના ઘરમાં પ્રવેશ કરીને તેના સ્વભાવને કલંકિત કર્યા સિવાય રહેતી નથી.
ધ્યાનના અભ્યાસમાં મનની સ્વસ્થતા, રાગ-દ્વેષ રહિતતા અત્યંત જરૂરી છે અને સંવર ભાવના દ્વારા તેની પ્રાપ્તિ સુલભ બને છે.
મુમુક્ષુ સાધકે હંમેશાં પિતાની સઘળી કરણીની પાકી ખતવણી કરવા પર જે ભાર ઉપકારી ભગવતેએ મૂક્યો છે તેની પાછળ આશય છિદ્રરહિત-નિર્દોષ જીવનમાં ખાસ પ્રીતિ પેદા કરાવવાનું છે.
સદોષ જીવન જેને ડંખતું નથી પણ માફક આવે છે, તેને સંસાર વધે જ છે.
સઘળા દેને દૂર કરીને સઘળા ગુણેને નિજ અંગભૂત બનાવવાની ઉત્તમ કળા સંવર ભાવનારત જીવન દ્વારા સાધી શકાય છે.
સંવર ભાવનાનો ટૂંકો સાર એટલો જ છે કે દોષને દાખલ ન થવા દે, દાખલ થવાનાં દ્વાર બંધ કરી દો, બધે આત્માને પથરાઈ જવા દે, અનાત્મભાવથી ઊંચા ઊઠે !
૨૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org