________________
في فع
ध्यानविचार-सविवेचन લૌકિક સુખ પાછળ મનની આંધળી દોટથી આત્મા નીચ–ગતિને લાયક કર્મો બાંધે છે.
આવા અધમ વલણને પલટાવવાનો સચોટ ઉપાય – ભવનિર્વેદ છે. ભવને વિષે વૈરાગ્ય અને આત્માને વિષે રાગ એ ભવનિર્વેદને એક અર્થ છે. ભવ શબ્દ “મૂ-મવતિ'માંથી બનેલો છે.
એટલે ભવસ્થ જી હંમેશાં કોઈને કાંઇ થવાનું ” ઈચ્છતા હોય છે–વિચારતા હોય છે. આ ઈછા તેમજ વિચારનો વૈરાગ્ય તે તાત્વિક ભવનિવેદ છે.
જે “સ્વયંભૂ છે તેને વળી આવી ઈચ્છા થાય ખરી? તેમ છતાં થાય છે, એ હકીકત છે.
આ હકીકતનું ઉન્મેલન ભવને આત્મરતિવંત બનાવવાથી થાય છે. આત્મ-તિ પરમાત્માની ભક્તિમાં રંગાવાથી જન્મે છે. પરમાત્માની ભક્તિ દ્વારા આત્મામાં રહેલા પરમાત્માને પ્રકાશ સમગ્ર જીવનને ભવનિર્વેદ-પૂર્ણ બનાવવાનું મહાન કાર્ય કરે છે.
ભવનિર્વેદ સિવાય મન ધ્યાનની ભૂમિકાએ સ્થિર રહી શકતું નથી. લૌકિક સુખનું કેઈ એક પણ આકર્ષણ તેને જ્યાં સુધી આકર્ષી શકતું હોય, ત્યાં સુધી માની લેવું કે હજી તેને આત્માનું આકર્ષણ ખરેખર સ્પર્યું નથી.
ઝીલ્યા જે ગંગાજળે, તે છિલ્લર જળ નવિ પિસે રે.....'
આ સ્તવન પંક્તિ અનુસાર આત્મ-રસ-રંગીને ઈન્દ્રાસનનું સુખ પણ મુદ્દલ આકરી શકતું નથી, કારણ કે આત્મા પરમ ઐશ્વર્યવાન છે.
તાત્પર્ય કે આત્માના પરમ એશ્વર્યથી ખરેખર ભાવિત થવાથી ભવનિર્વેદ સ્વાભાવિક બને છે. (૫) પરમાર્થનું જ્ઞાન
જ્ઞાન, આત્માને મુખ્ય ગુણ છે. તેના દ્વારા જીવ, અજીવના ગુણ અને પર્યાયના પરમાર્થને સારી રીતે જાણી શકાય છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સમતા, ઉદાસીનતા – એ આત્માના સ્વાભાવિક ગુણે છે. સિદ્ધ અવસ્થામાં થતા શુદ્ધ જ્ઞાનાદિ ગુણોના પરિવર્તનમાં કારણભૂત તે-તે સમયની સ્થિતિ-વર્તન એ સ્વાભાવિક પર્યાય છે, તથા રાગ-દ્વેષ વગેરે વિભાવિક ગુણે છે અને ભિન્ન-ભિન્ન ગતિ, જાતિ, શરીર આદિ વિભાવિક પર્યાયે છે.
સર્વજ્ઞ–કથિત સિદ્ધાન્તના અભ્યાસથી જીવના રવાભાવિક અને વિભાવિક ગુણપર્યાયને જાણી, સ્વાભાવિક ગુણ-પર્યાયને આદર અને વૈભાવિક ગુણ-પર્યાયને ત્યાગ કરવા વૃત્તિ-પ્રવૃત્તિ કેળવવી એમાં જ જ્ઞાનની સાર્થકતા છે.
એ જ રીતે અજીવના ગુણ-પર્યાયને જાણ તેના તરફના રાગ-દ્વેષને ઘટાડવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org