________________
ध्यानविचार-सविवेचन (૧) શ્રુતજ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ–
“
અ ન્ન-પ્રભૂતં જળધરાતિ દ્વારાશં-વિરાસ્ટમ્ -અરિહન્ત પરમાત્માના મુખથી ઉદ્દભવેલી અને ગણધર ભગવંતોએ રચેલી વિશાલ દ્વાદશાંગી રૂ૫ શ્રુતજ્ઞાનનાં પઠન, મનન, ચિંતન આદિમાં ચિત્તની વૃત્તિને પરવવી તેને શ્રુતજ્ઞાનમાં નિત્ય-પ્રવૃત્તિ કહે છે.
આવી પ્રશસ્ત પ્રવૃત્તિથી ચિત્તની અપ્રશસ્ત પ્રવૃત્તિઓ આપોઆપ બંધ થઈ જાય છે એટલું જ નહિ પણ ચિત્તતંત્ર પ્રશસ્ત શુભ ભાવેનું મજબૂત કેન્દ્ર બને છે.
શુભ ચિંતન માટે, મનના નિષ્પા૫ વ્યાપાર માટે અતિ આવશ્યક એ ભાવઆહાર શ્રુતના અભ્યાસમાંથી સાંપડે છે, જે ભાવ–આરોગ્યની શુદ્ધિનું કારણ બને છે.
સ્વના અભ્યાસ માટે જરૂરી સામગ્રી સ્વાધ્યાય પૂરી પાડે છે. આ સ્વાધ્યાયમાં શા પ્રધાન છે. એનું સેવન કરવાથી “સ્વ”નું શાસન, જીવન ઉપર સ્થપાય છે, જે ધ્યાનના જ અંગભૂત છે.
આત્મધ્યાન લાગુ પડે તે માટે પરમાત્માનાં વચનના અંગભૂત સૂત્રોને અભ્યાસ સર્વ કાળમાં એકસરખો જરૂરી છે. (૨) મનને નિરોધ
જ્ઞાન ભાવનાનાં પાંચ કાર્યોમાં બીજું કાર્ય મનને નિરોધ છે.
ઉપરોક્ત પ્રથમ કાર્યમાં નિપુણતા સધાય છે, તે મનના નિરોધ પાછળ શક્તિ બગાડવી નથી પડતી. પણ સ્વભાવથી જ મન સુનિયંત્રિત બની જાય છે. ચંચળ પદાર્થો પાછળ ભટકવાનું છોડી દઈને “સ” અર્થાત્ “આત્માને સેવક બની જાય છે.
નિરોધરૂપ આ બળ પ્રયોગ શુભ હેતુપૂર્વકન હેઈને અપેક્ષાએ ઉપાદેય છે. બાળ-કક્ષાના જીવ માટે ઉપકારક છે, એટલે સહજ સ્થિરતા ન આવે ત્યાં સુધી તેને ઉપર આવા પ્રયોગો કરવા પડે તેમાં ક્ષોભ અનુભવવાની જરૂર નથી.
અનાદિ, અનંત આ સંસારમાં જીવને મોટામાં મોટાં બે વિદને છે? એક દ્રવ્ય-મરણરૂપ વિત. બીજું: ભાવમરણરૂપ વિન. ભાવ-મરણરૂપ વિજ્ઞનું કારણ ચંચળ મન છે, કલેશાસિત મન છે.
આવા મલિન, ચંચળ મનને સ્વચ્છ, નિર્મળ, સ્થિર અને “સુમન” બનાવવા માટે સર્વ પરમાત્માનાં વચનના અંગભૂત શ્રુતજ્ઞાનના અભ્યાસમાં પરોવવું જોઈએ, કૃતજ્ઞાનની ગંગામાં નિત્ય સ્નાન કરાવવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org