________________
ध्यानविचार-सविवेचन શુદ્ધાત્મ—દ્રવ્ય સંબંધી આવા શુભ-વિકો એ “અવિકલ્પ–સમાધિના જનક બને છે.
શુદ્ધ-વિકો દ્વારા ઉત્પન્ન થયેલા સંસ્કાર અન્ય વિક૯૫જય સંસકારોના વિરોધી હેવાથી તેવા વિકલ્પોને ઉત્પન્ન થવા દેતા નથી એટલે અન્ય અશુભ-વિકને નાશ કરીને આ શુદ્ધ-વિક૯પ સ્વતઃ શાંત થઈ જાય છે.
આ શુદ્ધાત્મ-ધ્યાન “અવિકલ્પ-સમાધિ અને ઉત્પન્ન કરનાર હોવાથી પરમ રહસ્યમય છે.
"एयं परमं नाणं परमो धम्मो इमोच्चिय पसिद्धो । एयं परमं रहस्सं णिच्छयसुद्धं जिणाविति ॥
-ઘરીક્ષા ; ઢો. ૨૦૪ આ અધ્યાત્મ-થાન એ “પરમ જ્ઞાન” છે કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે, વિરતિ સમતા સ્વરૂપ છે અને સમતા ધ્યાનને આધીન છે.
આત્મ-ધ્યાન વિના સમતા પ્રગટતી નથી.
આ અધ્યાત્મ-ધ્યાન એ પ્રસિદ્ધ પરમ-ધર્મ છે. દુર્ગતિમાં પડતા જીવને ધારણ કરી નિયમા સદગતિ તેમજ સિદ્ધિગતિમાં લઈ જાય છે. જિનેશ્વર પરમાત્માઓ પણ આ ધ્યાનને નિશ્ચય શુદ્ધ-પારમાર્થિક નયથી વિશુદ્ધ એવું પરમ રહસ્ય' કહે છે. આ વિષયમાં આગમ–પ્રમાણ
परमरहस्समिसीणं समत्तगणिपिडगशारिअ सासणं । परिणामियं पमाणं-णिच्छयभवलंबमाणाणं ॥
-सम्मतितर्क અધ્યાત્મ-ધ્યાનનું આ પરમ રહસ્ય જાણી-સમજી સુજ્ઞ મુમુક્ષુ આત્માઓએ તેને જીવનમાં પ્રધાન બનાવવું જોઈએ.
ઉપસંહાર આ રીતે ધ્યાનના બધા ભેદ-પ્રભેદોને જાણીને તત્ત્વજ્ઞ યોગી લક્ષ્યના આલંબન વડે અલક્ષયને, સ્કૂલના આલંબન વડે સૂક્ષમ અને સાલંબન ધ્યાન વડે નિરાલંબન ધ્યાનને સતત અભ્યાસ કરતે રહીને આત્મ-તત્ત્વની અનુભૂતિ શીવ્રતાથી મેળવી શકે છે અને તે આત્મ-ધ્યાનરૂપી ધ્યાનામૃતમાં મગ્ન બનેલું શ્રમણનું મન જગતનાં સર્વ તોને સાક્ષાત્કાર કરીને આત્માની પરમ શુદ્ધિના પ્રકર્ષને પામે છે.
આ પ્રમાણે ધ્યાન —“પરમ ધ્યાન આદિ ૨૪ ભેદનું નિરૂપણ અને વિવેચન કરીને તેમાં બતાવેલાં ચિંતાભાવના, કરણગ-ભવનાગ આદિ મહત્ત્વના પદાર્થોનું વિશદ વર્ણન શાસ્ત્રકાર મહર્ષિ સ્વયં કરે છે, તે “ઉત્તર વિભાગમાં આપવામાં આવેલ છે.
કે પૂર્વ વિભાગ સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org