________________
૨૪૪]
ध्यानविचार-सविवेचन ઈષ્ટ-સિદ્ધિા–ઊઠતાં, બેસતાં, ચાલતાં કે ભૂમિ ઉપર આળોટતાં, જાગતાં, સૂતાં, હસતાં, જંગલમાં ભય પામતાં, ઘરમાં જતાં, બહાર નીકળતાં કે ડગલે ને પગલે પ્રત્યેક કામ કરતાં યાવત્ પ્રત્યેક શ્વાસ લેતાં કે મૂકતાં જે ભવ્યાત્મા આ પંચપરમેષ્ઠી-મંત્રનું જ એક ચિત્તે મરણ કરે છે, તેના ક્યા મનેર સિદ્ધ થતા નથી? અર્થાત્ સર્વ મનેર સિદ્ધ થાય છે.
સવ ભય-નિવારકા-મંત્રાધિરાજ-નવકારના સ્મરણના પ્રબળ પ્રભાવે રણસંગ્રામ, સાગર, ગજેન્દ્ર, સર્પ, સિંહ, દુષ્ટ-વ્યાધિ, અગ્નિ, શત્રુ કે બંધનથી ઉત્પન્ન થતા ભર્યો તથા ચિર, ગ્રહ, રાક્ષસ કે શાકિની આદિના ભયો પણ નાશ પામે છે.
સ્વ-કત્વના અહંકારથી વિમુક્ત કરીને પરમના સામર્થ્યમાં સ્થિર કરનારા નમસ્કારના આ પ્રભાવને કાળ પણ કાંઈ કરી શકતા નથી.
વિધિપૂર્વકની આરાધના વડે તીર્થંકરપદ - - જે શ્રદ્ધાવાન જિતેન્દ્રિય શ્રાવક અરિહંત પરમાત્મામાં જ બદ્ધચિત્ત-એકાગ્રચિત્તવાળ બની સુસ્પષ્ટ રીતે વર્ણો–મંત્રાક્ષના શુદ્ધ ઉચ્ચાર પૂર્વક ભવ-ભય-નાશક એવા આ પંચપરમેષ્ઠી–મંત્રને એક લાખ સુગંધી વેત પુષ્પો વડે વિધિયુક્ત પૂજા કરીને એક લાખ જાપ કરે છે, તે વિશ્વને પૂજનીય તીર્થંકરદેવ બને છે.૩૭
એક લાખ શબ્દ સંખ્યા–સૂચક હોવા ઉપરાંત “એક–લયને પણ સૂચક છે, તેનું ધ્યાન પ્રત્યેક આરાધકે રાખવું જોઈએ.
નવકાર એ પંચ પરમેષ્ઠી ભગવંતને મંત્રાત્મક દેહ છે :
જિનેશ્વર પરમાત્માએ પોતાના નિર્વાણ પછી–અમારી હાજરી વિના જગતના જીવોનું શું થશે ?”—એવી ભાવ-કરુણાથી પ્રેરાઈને ત્રણે જગતના જીવોના ઉદ્ધાર માટે પિતાના “મંત્રાત્મક–દેહ સ્વરૂપ “નવકારની ભેટ આપી ગયા છે. ३७. यो लक्षं जिनबद्धलक्ष्यसुमनाः सुव्यक्तवर्णक्रमम् ,
श्रद्धावान् विजितेन्द्रियो भवहरं मन्त्रं जपेच्छावकः । पुष्पैः प्रवेतसुगन्धिभिश्च विधिना लक्षप्रमाणेजिन
यः संपूजयते स विश्वहितः श्रीतीर्थराजो भवेत् ॥ અર્થ :-શ્રદ્ધાવાન, જિતેન્દ્રિય અને જિનેશ્વર પરમાત્મામાં એક લક્ષ્ય થવાથી પ્રશસ્ત ચિત્તવાળો, જે શ્રાવક ભવ-ભયને હરનાર, શ્રીનવકાર-મહામંત્રને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક જાપ કરે તથા વેત, સુધી એક લાખ ફૂલ વડે શ્રીતીર્થંકર પરમાત્માની વિધિપૂર્વક પૂજા કરે છે, તે વિશ્વને પૂજનીય એવા તીર્થંકર-પદને પામે છે, અર્થાત સ્વયં તીર્થકર બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org