SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन [ ૨૧ લાવે છે. ઉપક-શ્રેણિગત ધ્યાન માટે પ્રથમ (વા–ષભ–નારાચ) સંઘયણની આવશ્યક્તા રહે છે. (ર) વાચના :- ધ્યાનમાં થતજ્ઞાનને ઉપગ બારમાં ગુણ-સ્થાનક સુધી અવશ્ય હેય છે. તેથી ગીતાર્થ-જ્ઞાની ગુરુ દ્વારા વાચનાદિ વડે શાસ્ત્રાભ્યાસ કરવો જરૂરી છે. શ્રુત-જ્ઞાન વડે તત્વચિંતા અને ભાવનાને અભ્યાસ થવાથી જ વસ્તુતઃ ધ્યાનનો પ્રારંભ થાય છે. શ્રુતજ્ઞાન વિના દિવાનને સંભવ નથી. (૩) લબ્ધિ :- શુભ-ધ્યાન માટે મતિ-જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયે પશમ તે અત્યંત જરૂરી છે, પણ તેની સાથે દર્શન-મેહનીય ક્ષપશમ પણ અપેક્ષિત છે અર્થાત્ ભાવ-નમસ્કારની જેમ ભાવ-ધ્યાનમાં પણ “લબ્ધિ' - એ પ્રધાન કારણ છે. ભાવનમસ્કાર(સમ્યક્ત્વ)ની પ્રાપ્તિ વિના વસ્તુતઃ શુભ-ધ્યાનનો પ્રારંભ થતો નથી. (૫) નિક્ષેપ :- ભાવ-નમસ્કારની જેમ ભાવ-ધ્યાન પણ બે પ્રકારનાં છે ? (૧) આગમથી અને (૨) ન-આગમથી. આગમની અપેક્ષાએ ભાવ-ધ્યાન એટલે ધ્યાનના અર્થને જાણનાર તેમજ ઉપગવાળે આત્મા. ને-આગમની અપેક્ષાએ ભાવ-ધ્યાન એટલે ઉપયોગ-યુક્ત ધ્યાનની ચિંતનાત્મક ક્રિયા અર્થાત્ ઉપગવાળું ધ્યાન. (૬) પદ અને પદાર્થ –“નમ:'પદ અને ‘પદ-ધ્યાનને શબ્દાર્થ–ભાવાર્થ વિચારતાં બંનેની કથંચિત્ તુલ્યતા જણાઈ આવે છે. નમઃ—પૂજા અર્થમાં છે. પૂજાના મુખ્ય પ્રકાર બે છેઃ (૧) દ્રવ્યપૂજા અને (૨) ભાવપૂજ. (૧) ‘દ્રવ્ય-પૂજામાં કાયા અને વાણીનો સંકેચ હોય છે. (૨) “ભાવ-પૂજામાં મનને સંકેચ હોય છે. અર્થાત્ અરિહંતાદિના ગુણમાં મનને એકાગ્ર બનાવવાનું હોય છે, તેથી તેને “ભાવ-સંકેચ કહે છે. “પદ-ધ્યાન' – એ ભાવનમસ્કાર રૂપ છે. ભાવ-નમસ્કારની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તરવથી સાચે નમસ્કાર પણ તે જ છે. લલિત–વિસ્તર” ગ્રંથમાં ભાવ-નમસ્કારની મહત્તા અને વ્યાખ્યા વિશદ રીતે બતાવવામાં આવી છે. ધર્મ પ્રશંસા આદિ બીજાધાન વગેરેથી તે અનુક્રમે સિદ્ધ થાય છે. શક્રસ્તવમાં સૌ પ્રથમ “મુલ્હન'નમસ્કાર થાઓ' – આ પ્રાર્થનાત્મક નમસ્કાર કરવા પાછળ સાધક ભક્તાત્માને એ જ શુભ-ઉદેશ છે કે–વર્તમાનમાં હું પરમાત્માને ભાવ-નમસ્કાર કરી શકું એવું સામર્થ્ય મારામાં નથી, પણ તે કરવાની ઈચ્છા પૂરેપૂરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy