________________
૨૦૮ ]
ध्यानविचार-सविवेचन તીર્થ-પ્રવૃત્તિ, ગણધર પદને અભિષેક, દુષ્ટ રાજા કે દેવતાદિકૃત ઉપસર્ગોનું નિવારણ, દુભિક્ષ કે ભયાનક અટવીનું ઉલ્લંઘન, સંઘની શ્રી–શભા-સંપાદન, સિદ્ધાન્તાથવેદન, મહાન તપને નિવહ, તીર્થ, શ્રુત કે શિષ્ય-સ્થાપના વગેરે કાર્યોમાં ચતુર્વિધ સંઘની સહાય-સેવા હમેશાં ભક્તિ-ભાવથી કરે છે.
જયવંતા જિન–શાસનમાં, શાસન-દેનું પણ વિશિષ્ટ સ્થાન-માન છે. જેમાં શાસન પ્રતિ અવિહડ ભક્તિવાળા હોય છે. સંકટ સમયે ઉપદ્રવનું નિવારણ કરીને સંઘમાં શાંતિ સ્થાપે છે. સંઘની રક્ષા અને શાસનની પ્રભાવનાનાં કાર્યોમાં સદા ઉદ્યત રહે છે.
આ રીતે શાસન–દેવેનું નામ-સ્મરણ-ન્યાસ કે પૂજનાદિ કરવામાં તેમના દ્વારા થતા ઉપકા(સહાય) પ્રતિ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાપૂર્વક સંઘની સુરક્ષા તથા પ્રત્યેક શુભ-અનુષ્ઠાનની નિવિદા પૂર્ણાહુતિ આદિને શુભ ઉદ્દેશ છે.
(૧૭) સ્થાપના–ચત્ય વલય મૂળપાઠ -ગોંદરવાત - શાશ્વતૈતર - સ્થાપના સ્ત્રાવણ માળા
અર્થ :- સત્તરમું વલય અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત સ્થાપના અરિહતેના અર્થાત્ જિન-પ્રતિમાઓના ચિત્યનું છે.
વિવેચનઃ જિન–શાસનમાં ચૈત્યને અત્યંત મહત્તભર્યું સ્થાન-માન આપવામાં આવ્યું છે. ચૈત્ય’ શબ્દને રૂઢાર્થ છે–જિન-પ્રતિમા, જિનમંદિર અને વ્યુત્પત્તિ અર્થ છે-જેનાથી અંતઃકરણમાં (શુભ)ભાવ પેદા થાય છે.
અરિહંત પરમાત્માની સૌમ્ય-મૂર્તિ કે તેમનું શિલ્પકળા-સમૃદ્ધ જિનાલય આપણા ચિત્તમાં અપૂર્વ આહ્વાદ અર્થાત ઉત્તમ સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરે છે, તેથી તેને “ચૈત્ય” કહેવાય છે અર્થાત્ ચિત્તને ઠરવાનું તે અજોડ સ્થાન છે. જે બાળકને માતાનો ખોળો તેવું સાધકને જિનચૈત્ય.
- પ્રસ્તુત વલયમાં ત્રણે લોકમાં રહેલાં અસંખ્ય શાશ્વત અને અશાશ્વત સ્થાપના અરિહંત અર્થાત જિન-મતિ અને જિન-મંદિરની સંખ્યાને ન્યાસ કરવાનું સૂચન છે.
મૂળ પંક્તિમાં “સંખ્યાને ઉલેખ નથી થયો. છતાં સંખ્યાના નિદેશ વિના અસંખ્ય ને ન્યાસ વલયાકારે કરવાનું બીજી કોઈ રીતે શક્ય ન હોવાથી તથા આ પછીના ચારે વલયો માં સંખ્યાન્યાસનો નિર્દેશ હોવાથી અહીં પણ ચૈત્ય સંખ્યાનો ન્યાસ લેવો જોઈએ, એવું અનુમાન થાય છે.
જિન-મૂર્તિનું માહાતમ્યઃ
આ વિષમ કાળમાં ભવ્યાત્માઓને જિનબિંબ અને જિનાગમને જ મુખ્ય આધાર છે. તેના આલંબનથી જ મોક્ષ-માર્ગની આરાધના થાય છે.
જિનેશ્વર પરમાત્માનાં સાક્ષાત્ દર્શન-વંદન જેટલો જ આનંદ અને લાભ જિન-મૂર્તિનાં દર્શન–વંદનથી ભક્તાત્માને થાય છે. જેમ પ્રભુના નામ-સ્મરણ દ્વારા મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org