SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાદાતા પૂજ્ય પંન્યાસજી ભગવંત જણાવતાં અતી આનંદ થાય છે કે મને આ અદ્દભુત ગ્રન્થ-રત્નને પ્રથમ પરિચય કરાવનાર પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજ્યજી ગણિવર છે; જેમના વિરલ ચુંબકીય વ્યક્તિત્વથી ઘણેખરો જન સમાજ પરિચિત અને પ્રભાવિત છે–અને જેમને શ્રી નવકારવાળા મહારાજ’ તરીકે બિરદાવવામાં ગૌરવ અનુભવે છે. એવા એ મહામના મહાપુરૂષનાં પુનિત દર્શન અને શુભ સમાગમને પ્રથમ લાભ મને વિ. સંવત ૨૦૧૩માં માંડવી (કચ્છ) મુકામે મળ્યો હતે. પ્રથમ દર્શને જ મારા અંતઃકરણમાં અનુપમ અભાવ અને પૂજ્યભાવ ઉલ્લસિત થયે હતો. અને પછી તે જેમ જેમ તેઓશ્રીના નિકટ સંપર્ક અને સમાગમમાં આવવાના અવસર મળતા રહ્યા, તેમ-તેમ મારા ચિત્તમાં અંકુરિત થયેલો તે અહોભાવ વૃદ્ધિ પામતો ગયો. પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રીના પ્રભાવક સમાગમમાં આવીને તેમજ તેઓશ્રીની વાત્સલ્યપૂર્ણ નિશ્રા સેવીને અનેક આત્માઓએ પોતાના જીવનમાં અપૂર્વ પ્રેરણા મેળવી છે તેમજ તેઓશ્રીએ ચીધેલા માર્ગ પર ચાલીને આત્મરણકારવંતા જીવનને અપૂર્વ આનંદ અનુભવ્યો છે. તેમજ પ્રાતઃ સ્મરણય એ ગુરુવર્યના સઘન આશીર્વાદ તથા અનુગ્રહને પાત્ર બનીને ધન્યતા–કૃતાર્થતા માણું છે. મારા જીવન ઉપર પણ આત્મપ્રતાપી આ મહાપુરુષે જે અગણિત ઉપકારો કર્યા છે, આંખનાં અમી વરસાવ્યાં છે, તેને શબ્દોમાં વર્ણવવા હું અસમર્થ છું. મારા પર મોપકારી આ મહાપુરુષનું પ્રતિપળ મરણ કરવાપૂર્વક તેઓશ્રીના પુનિત ચરણ કમળમાં કૃતજ્ઞભાવે નતમસ્તક રહી હું સદા-સર્વદા કૃતાર્થતા અનુભવું છું “યાન–વિચાર” અંગે પ્રેરણું પરિશ્રમની લવલેશ પરવા કર્યા સિવાય પણ પાત્ર આત્માઓને પત્રના માધ્યમથી પૂર્ણ સંતે અને સમાધાન કરાવનારા પૂજ્ય પંન્યાસજી મહારાજે મને પણ પ્રત્યક્ષમાં તેમજ પત્ર દ્વારા ઘણું ઘણી પ્રેરણા આપી છે. પ્રેરણાત્મક એક કૃપાપત્રમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે– ધ્યાન વિચાર પ્રકરણ જોયું હશે, ન જોયું હોય તે એકવાર અવશ્ય જોઈ જશે. થાન વિષયક ઘણી રહસ્યમય બાબતોનું તેમાં વર્ણન છે, “નમસ્કાર સ્વાધ્યાય' (પ્રાકૃત વિભાગ) માં તે પ્રકાશિત થયેલું છે.” ધ્યાન-વિચાર ના વાંચન માટેના પૂજ્યશ્રીના પ્રેરણાભર્યા આ થે ડાક શબ્દો વાંચતા જ મારાં રોમ-રોમ પુલકિત થઈ ગયાં અને હૃદયમાં એક એવો અપૂર્વ ભાવોલ્લાસ પેદા થયો કે પૂ. ગુરુદેવ મારી સાધનામાં મને નડતાં વિદનેને દૂર કરવા અને અપૂર્વ ભાવોલ્લાસને પ્રગટ કરવા માટે જ આ પ્રેરણાનું અમાપ બળ બક્ષી રહયા છે. કે મહાન અનુગ્રહ ! કે પરમ ઉપકારક ભાવ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy