SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यान विचार - सविवेचन (૧૩-૧૪) તારા અને પરમ-તારા ધ્યાન મૂળપાઠે—તારા-ટૂથતો વિવાદાટી વધુ વરોસ્તાર મેશ્વષ્ઠઃ; માવતઃ બાયોસૉव्यवस्थितस्य निश्चला दृष्टिः ॥ १३॥ परमतारा :- द्वादश्यां प्रतिमायामिवानिमेषा शुष्कपुद्गलन्यस्ता दृष्टिः ||१४|| ૭૨ ] અર્થ :- તારા :– વિવાહ આદિ પ્રસ`ગેામાં વધૂ અને વરનું પરસ્પર જે તારામૈત્રક (આંખની કીકીઓનું મિલન) થાય છે, તે દ્રવ્યથી તારા છે. કાચેાત્સ માં રહેલા સાધકની જે નિશ્ચલ-સૃષ્ટિ, તે ભાવથી તારા છે. (૧૪) પરમતત્ત્ત :–બારમી પ્રતિમાની જેમ શુષ્ક-પુદ્ગલ ઉપર જે અનિમેષ દૃષ્ટિ સ્થાપવામાં આવે છે, તે પરમતારા છે. વિવેચન :–મિન્દુ અને નાદ-ધ્યાન પછી ‘તારા'નેા થયેલે નિર્દેશ એમ સૂચવે છે કે બિન્દુ અને નાદ-ધ્યાનના બળે દષ્ટિ અત્યંત સ્થિર-નિશ્ચલ બને છે. લગ્ન આદિ કાર્યોંમાં વર-વધૂની આંખેાનું પરસ્પર મિલન એ દ્રવ્ય-તારા છે. કાયેાત્સગ –મુદ્રામાં સ્થિત સાધકની દૃષ્ટિ આંખની કીકીએ, જિન-પ્રતિમા, સ્થાપનાચાય કે નાસિકાના અગ્ર ભાગ ઉપર સુસ્થિર હેાય છે, તે તારા-ધ્યાન' કહેવાય છે. ષ ્–આવશ્યક’માં કાયાત્સગ એ પાંચમું આવશ્યક છે અને તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુવિધ સ'ધને નિત્ય, નિયમિત અવશ્ય કરવા યોગ્ય હોવાથી આવશ્યક' કહેવાય છે. ‘કાયાત્સગ’’માં કાયાને તદ્દન શિથિલ અને સ્થિર રાખી, વાણીના વ્યાપારને રોકી, શ્વાસની ગતિ સાથે ચિત્તને શાન્ત થવા દેવામાં આવે છે. કાયા, વાણી અને મનની સ્થિરતાપૂર્વકના આ ‘કાત્સુગ'માં જૈન-દર્શનને માન્ય કાયિક, વાચિક અને માનસિક-ત્રણે પ્રકારનાં ધ્યાન અ`તભૂત છે. કાયાત્સગ'ના પ્રતિજ્ઞા-સૂત્રરૂપ ‘અન્તર્થં’-સૂત્રમાં પ્રયુક્ત-‘ટાળેળ, મોળે, ક્ષાોળ' આ ત્રણે પા કાયિક, વાચિક અને માનસિક ધ્યાનનાં સૂચક છે અર્થાત્ કાર્યાત્સગમાં કાયાને જિન-મુદ્રાએ સ્થિર રાખવાથી કાયિક−યાન, વાણીના વ્યાપારને નિરોધ થવાથી વાચિક—ધ્યાન અને મનને શુભ ધ્યાનમાં એકાગ્ર કરવાથી માનસિક-ધ્યાન થાય છે.૧૮ આમ કાયાત્સ–દેહાધ્યાસના વિસર્જન સાથે આત્મા અને પરમાત્મા વચ્ચેના અંતરને તાડી પરમાત્મા સાથે તન્મય બનાવે છે; તેથી એ સમાપત્તિ-ધ્યાનરૂપ છે. છ પ્રકારના આભ્યંતર-તપમાં સૌથી શ્રેષ્ઠ અને છેલ્લુ` ‘કાયાત્સગ-તપ” છે. પૂર્વના પાંચે પ્રકારના આભ્યંતર-તપ કરતાં ‘કાયેત્સંગ-તપનું સામર્થ્ય વિશિષ્ટ છે. * વિશિષ્ટ પ્રકારના ઉગ્ર પ્રતિજ્ઞા, વ્રત પાલનને ‘પ્રતિમા’ કહેવામાં આવે છે. સાધુની આવી માર પ્રતિમાઓ છે, જેમ કે–(૧) એકમાસિકા, (ર) હિંમાસિક, (૩) ત્રિમાસિકી, (૪) ચાતુર્માસિકી, (૫) પ`ચમાસિકી, (૭) વમાસિકી, (૭) સપ્તમાસિકી, (૮) સપ્તરાત્રિકી, (૯) સપ્તરાત્રિકી, (૧૦) સપ્તરાત્રિકી, (૧૧) અહેારાત્રિકી અને (૧૨) એકરાત્રિકી—આ સવ પ્રતિમાઓનું વિશેષ સ્વરૂપ આવશ્યક–વૃત્તિ' આદિ ગ્રન્થામાં વર્ણવેલુ છે. તેમાં બારમી પ્રતિમામાં અટ્ટમનુ તપ કરીને ગામ બહાર જઈને, અનિમેષ નયને એક પરમાણુ ઉપર દૃષ્ટિ સ્થાપીને કાયાત્સગ`ધ્યાન'માં ઊભા રહેવાનુ` હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy