________________
૬ ]
(૯) બિન્દુ ધ્યાન
મૂળપાš :- बिन्दुः-- द्रव्यतो जलादेः, भावतो येन परिणामविशेषेण जीवात् कर्म गलति ॥ ९ ॥
ध्यान विचार - सविवेचन
=
અર્થ :-જળ વગેરેનું બિંદુ તે દ્રવ્યથી ‘બિન્દુ' છે અને જે પરિણામ-વિશેષથી આત્મા ઉપરથી ક જરી જાય-ખરી પડે તેને ભાવથી બિન્દુ' કહેવાય છે.
વિવેચન :- (૧) દ્રવ્ય-બિન્દુઃ- પાણીનું ટીપું અથવા પ્રવાહી ઘી, તેલ આદિ પદાર્થોનાં બિન્દુ અને શૂન્યાકારે (૦) લખવામાં આવતું બિન્દુ વગેરે ‘બિન્દુ' કહેવાય છે. તેનું ચિંતન એ દ્રવ્યથી બિન્દુનું ચિંતન-ધ્યાન કહી શકાય છે અથવા ભાવથી બિન્દુ-ધ્યાનમાં નિમિત્ત-કારણરૂપ બનનાર બિન્દુને પણ દ્રવ્ય-બિન્દુ-ધ્યાન કહી શકાય છે.
(ર) ભાવ-બિન્દુ :- જે સ્થિર પરિણામ વડે આત્મા ઉપર ચઢેલાં કર્માં ખરી પડે, તે સ્થિર પરિણામ (અધ્યવસાય)ને ભાવથી બિન્દુ-ધ્યાન' કહેવાય છે.
આ બિન્દુ-ધ્યાન, એ પૂર્વકથિત ધ્યાન, શૂન્ય, કલા અને જ્યેાતિ-ધ્યાનના સતત અભ્યાસ દ્વારા સિદ્ધ થતાં જ્યારે આત્માનાં પરિણામ સુસ્થિર અને શાન્ત બને છે, ત્યારે જ આત્માના અસંખ્ય પ્રદેશા સાથે અનાદિ કાળથી ઘનીભૂત થઈને રહેલાં ‘જ્ઞાનાવરણીય' આદિ કર્માં ઢીલાં પડતાં-પાકેલા ફળની જેમ-ખરી પડે છે.
લાખડના ગાળાના પ્રત્યેક અણુમાં વ્યાપ્ત થઈને રહેલા અગ્નિની જેમ અથવા દૂધમાં મળી ગયેલા પાણીની જેમ નિબિડ અને પ્રગાઢ રીતે આત્માના પ્રત્યેક પ્રદેશમાં મળી ગયેલાં કર્યાં, આ પ્લાનના અચિન્હ પ્રભાવથી ઢીલાં-પાચાં અને શિથિલ બનવાથી તરત ઉદયમાં આવી ભોગવવા યેાગ્ય બને છે. લાંબા કાળે ઉદયમાં આવી પોતાનુ ફળ આપનારાં કર્માં પણ આ ધ્યાનાગ્નિના પ્રબળ તાપથી થીજેલા ઘીની જેમ પીગળવા માંડે છે અને અલ્પકાળમાં જ જળબિન્દુની જેમ પ્રવાહી-તરલ થતી ઓગળવા માંડે છે.
જે શુભ અને સ્થિર પરિણામ વિશેષથી ધનીભૂત કર્યાં આગળી જાય છે, તે સ્થિર પરિણામને જ ‘ભાવબિન્દુ~ધ્યાન' તરીકે ઓળખવામાં આવે છે.
એક મલ્લા પહેલવાન)ને લેાખંડની સાંકળથી જકડવામાં આવ્યા, પણ તે હતા મલ્લ, એટલે તેણે શ્રીજી જ મિનિટે પોતાના સમગ્ર શરીરને સાચીને તે સાંકળથી મુક્ત થઈ ગયા.
શરીર-સકાચની આ પ્રક્રિયા દ્વારા મલ્લનુ* શરીર સાંકળથી મુક્ત થયું, તેમ દ્રવ્ય અને ભાવસદાય દ્વારા કમઁગ્રસ્ત આત્મા કમ મુક્ત થાય છે,
ભાવ–સકાચની કળામાં કુશળતા પ્રાપ્ત કરવા માટે બિન્દુ-ધ્યાન પર્યાપ્ત બળ પૂરું પાડે છે. મત્રની દૃષ્ટિએ બિન્દુનુ મહત્ત્વઃ—
Jain Education International
મત્રશાસ્ત્રોમાં ‘બિન્દુનુ અત્યંત મહત્ત્વ બતાવવામાં આવ્યું છે.
ફાઈ પણ મંત્ર પ્રથમ વિકલ્પરૂપતા(વિચારરૂપતા)ને પામે છે, પછી તે વિકલ્પ સજપતાને (પુનઃપુનઃ આંતર્ જપરૂપ અવસ્થાને) પામે છે અને સંજ૫ના ચેાગથી તે વિકલ્પ અંતે વિરૂપતાને અર્થાત્ પરામરૂપતાને-નિર્વિકલ્પરૂપતાને પામે છે. વિમર્શ એ જ તાત્ત્વિક મત્ર છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org