________________
છર ]
ध्यानविचार-सविवेचन આમિક-શુદ્ધિ અને સ્થિરતાના લક્ષ્ય વિના કેવળ વિચારોથી, મનને શન્ય બનાવવાની પ્રક્રિયા દ્વારા, ભાવશૂન્ય-ધ્યાનને આનંદ અનુભવી શકાતો નથી.
ચિત્તની ક્ષિપ્ત આદિ બાર અવસ્થાઓ જે આગળ બતાવી છે, તેમાં તેવા પ્રકારનાં કારણોને લઈને ચિત્ત વિચાર-શૂન્ય બને છે. તેને દ્રવ્ય-શૂન્યથાન કહે છે. પણ તેને દ્રવ્યશન્ય-ધ્યાન સાથે સરખાવી ન જ શકાય. ઉન્મનીભાવ સ્વરૂપ અન્ય ધ્યાન (૨૪ ધ્યાનમાંને ત્રીજો પ્રકાર) એ ધ્યાન અને પરમધ્યાન પારંગત પુરુષ જ કરી શકે છે આ નિયમ અફર છે.
ચિત્તની બાર અવસ્થાઓનું વર્ણન ૧. ક્ષિપ્ત-એટલે પિતાનું ધન વગેરે ચોરાઈ જવાથી જેના ચિત્તમાં વિભ્રમ ઉત્પન્ન થાય તે ચિત્તની ક્ષિપ્ત અવસ્થા છે.
૨. દીપ્ત-એટલે શત્રુ પર વારંવાર વિજય મેળવવા વગેરે કારણોસર પ્રાપ્ત થયેલા ઉત્કર્ષને અપચે તેને ચિત્તની દીપ્ત અવસ્થા કહે છે.
૩. મત્ત-મદિરાપાનથી ઉન્મત્ત થયેલા ચિત્તને મત્ત કહે છે. ૪. રાગ-પગલિક પદાર્થો પ્રત્યેનો પ્રેમ, વિષયિક-સુખની આસક્તિ. ૫. નેહ- પુત્ર, પરિવાર આદિ પ્રત્યેનો પ્રેમ. ૬. અતિભય-સાત પ્રકારના મોટા ભય. ૭. અવ્યક્ત–સમજણ વિનાના ચિત્તને અવ્યક્ત કહેવાય છે. ૮. નિદ્રા-સુખપૂર્વક શીધ્ર જાગી શકાય તેવી ઊંઘ. ૯. નિકા-નિદ્રા-કષ્ટપૂર્વક જાગી શકાય તેવી ગાઢ ઊંઘ. ૧૦. પ્રચલા-બેઠા બેઠા ઊંઘ આવે તે. ૧૧. પ્રચલા-પ્રચલા-ચાલતાં ચાલતાં ઊંઘ આવે તે. ૧૨. ત્યાનદ્ધિ-દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરી શકે તેવી અતિગાઢ ઊંઘ. આ બાર પ્રકારની અવસ્થાએ સંજ્ઞી-પંચેન્દ્રિય જીવોને હોઈ શકે છે.
પ્રગટ મન વગરના એકેન્દ્રિય આદિ છે તથા અસંશ–પંચેન્દ્રિય જીને દ્રવ્યશૂન્ય અવસ્થા સહજરૂપે હોય છે.
* સાત મહાભય:(૧) ઇહલકભય-મનુષ્યને સજાતીય મનુષ્ય આદિને (પરસ્પરને) ભય. (૨) પરલોકભય-પર વિજાતીય પશુ આદિ તરફથી મનુષ્યને ભય. (૩) આદાનભય-ચેર આદિ દ્વારા ઉત્પન્ન થતા ભય. (૪) અકસ્માતભય-કઈ બાહ્ય-નિમિત્ત વિના જ અચાનક મનમાં ઉત્પન્ન થતે ભય. (૫) આજીવિકાભય-જીવન-નિભાવના સાધન અંગેને ભય. (૬) મૃત્યુભય-મરણનો ભય. (૭) અલાઘાભય–અપકીતિ, બદામીને ભય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org