________________
તરવાનુશાસન
यदा ध्यानबलाद्धयाता शून्यीकृत्य स्वविग्रहम् । ध्येयस्वरूपाविष्टत्वात् तादृक् संपद्यते स्वयम् ॥ ४६ ॥ १३५॥ तदा तथाविधध्यानसंवित्तिध्वस्तकल्पनः। स एव परमात्मा स्याद् वैनतेयश्च मन्मथः ॥४७॥१३६ ॥
જ્યારે યાતા ધ્યાનના બળે સ્વદેહને (સ્વઆકૃતિને) શૂન્ય કરીને દયેયના સ્વરૂપમાં આવિષ્ટ–પ્રવેશેલ હોવાથી સ્વયં તેના જેવો બની જાય છે, ત્યારે તેવા પ્રકારના ધ્યાનના સંવેદનથી નાશ પામ્યા છે સર્વ વિકલ્પો જેના એવો તે પોતે જ પરમાત્મા, ગરૂડ અને કામદેવ બની જાય છે (ગરૂડ અને કામદેવ એ શબ્દોના વિશેષાર્થ માટે જુઓ શ્લોક નં. ૨૦૫). ૪૬-૪૭ ૧૩૫-૩૬
सोयं समरसीमावस्तदेकीकरणं स्मृतम् । एतदेव समाधिः स्याल्लोकद्वयफलप्रदः॥४८॥१३७ ॥
(આવી રીતે પરમાત્મા સાથેનો ધ્યાતાનો અભેદ) તે આ સમરસીભાવ” છે. તે જ “એકીકરણ” કહેવાયું છે. એ જ ઉભયલોકનાં ફળોને આપનારી “સમાધિ” છે. I ૪૮ ૧૩૭
किमत्र बहुनोक्तेन ज्ञात्वा श्रद्धाय तत्त्वतः। ध्येयं समस्तमप्येतन्माध्यस्थ्यं तत्र बिभ्रता ॥ ४९ ॥१३८ ॥
અહીં બહુ કહેવાથી શું? તાવિક રીતે જાણીને, તેવી જ રીતે તેના પર શ્રદ્ધા કરીને અને એ વિષયમાં માધ્યયે ધારણ કરીને આ બધું ધ્યાન કરવું જોઈએ. ૪૯ ૧૩૮ છે
माध्यस्थ्यं समतोपेक्षा वैराग्यं साम्यमस्पृहा । वैतृष्ण्यं परमा शान्तिरित्येकोऽर्थोऽभिधीयते ॥५०॥१३९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org