________________
અગિયાર
નથી; પરંતુ ઉપર જણાવ્યું તેમ શેઠ શ્રી. અમૃતલાલભાઈએ ખાસ પ્રયાસ કરી એક નકલ મેળવી પૂ. મુનિવર્ય શ્રી. તત્ત્વાનંદવિજયજીને પહોંચાડી હતી.
હિન્દી ભાષાંતરવાળી ઉપર્યુક્ત નકલ ન મળતી હોવાને કારણે તેમ જ આવી સુંદર કૃતિનું હજુ સુધી ગુજરાતી ભાષાંતર ન થયું હોવાને કારણે પૂ. મુનિવર્ય શ્રી. તત્ત્વાનંદવિજયજીને તેનું ગુજરાતી અનુવાદ સાથે સંપાદન કરવાની પ્રેરણા થઈ અને આ પ્રકાશન તે પ્રેરણાનું ફળ છે. આ કૃતિને ગુજરાતીમાં રજૂ કરી ધ્યાનવિષયક ગુજરાતી સાહિત્યમાં પૂ. મુનિવર્ય શ્રી. તત્ત્વાનંદવિજયજીએ નોંધપાત્ર ફાળો અર્યો છે અને તે બીના જેટલી તેમને માટે તેટલી સંસ્થા માટે પણ ગૌરવપ્રદ છે. પૂ. મુનિશ્રીની આ શ્રુત-સેવા બદલ અમે તેઓશ્રીનો સંસ્થા તરફથી હાર્દિક આભાર માનીએ છીએ.
આ અનુવાદનું અનુમોદન કરીને સિદ્ધાન્ત મહોદધિ પ. પૂ. આચાર્ય શ્રી. વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબે ખાસ સહકાર અર્યો છે અને તે ઉપકાર બદલ અમે તેઓશ્રીને ખૂબ ઋણી છીએ. વળી આ પ્રકાશનમાં
જ્યારે જ્યારે આવશ્યકતા જણાઈ ત્યારે ત્યારે પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય, ૫. પૂ. પં. શ્રી ભાનુવિજયજી ગણિવર્ય અને પ. પૂ. મુનિ સ્વ. ભુવનવિજયાતેવાસી મુનિવર્ય શ્રી જેબૂવિજયજી મહારાજસાહેબે ઉપયોગી સૂચનો કર્યા હતાં, જે બદલ એ સર્વે ગુરુવર્યોના અમે અત્યંત આભારી છીએ.
“શ્રીમન્નાગસેનાચાર્યપ્રણીત તત્ત્વાનુશાસન –કૃતિને અપાયેલ આ શીર્ષક અંગે કેટલીક સ્પષ્ટતા કરવાની રહે છે. શ્રી. નાગસેન મુનિને
આચાર્ય પદવી મળી હતી કે કેમ એ એક અણઉકલ્યો પ્રશ્ન છે. પ્રસ્તુત ગ્રંથને અંતે તેમણે પોતે પોતાના માટે “મુનિ' શબ્દનો પ્રયોગ કર્યો છે (શ્લોક નં. ૨૫૬, ૨૫૭); પરંતુ તેથી તો એમ ધારી શકાય કે તેમણે મુનિ અવસ્થામાં આ કૃતિની રચના કરી હશે. ઈતિહાસના ગ્રંથોમાં આ અંગે નિર્ણયાત્મક કહી શકાય એવી કંઈ માહિતી મળી નથી એટલે શ્રી. ધન્યકુમાર જૈને “અધ્યાત્મગ્રંથસંગ્રહમાં જે શીર્ષક આપ્યું છે તે જ અહીં કાયમ રાખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org