________________
[ ૧૨ ]
ભાવાર્થ–પ્રાકૃત પ્રબંધના કવિ શ્રી જીવદેવની વાણુને દેવે પણ મંદાર(કલ્પવૃક્ષ)ની મંજરી જેવી જાણુને સ્વયં શ્રવણ-પદ પર લઈ જાય છે–શ્રવણ પર ચડાવે છે–સાંભળે છે.
વિક્રમની ૧૧મી સદીના પ્રૌઢ મહાકવિ ધનપાલ દ્વારા અને બારમી સદીના મહાકવિ લક્ષ્મણ ગણિ દ્વારા પ્રશંસિત–તે પૂર્વે થયેલા આચાર્ય શ્રી જીવદેવના પ્રાકૃત પ્રબંધો વર્તમાનકાળમાં ઉપલબ્ધ થતા નથી, તેમ છતાં પ્રાપ્ત થયેલ ૫૪ ગાથા–પ્રમાણુ આ લધુકૃતિ-જિન-સ્નાત્ર-વિધિ પણ તેમની એક કવિત્વ–શક્તિને-ઉચ્ચ પ્રતિભાને સૂચિત કરે છે.
કવિએ ભગવાન મહાવીર જિનના સ્નાત્ર-પ્રસંગનું વર્ણન પ્રાકૃત ભાષામાં વિવિધ પદ્યોમાં વિવિધ શબ્દાલંકાર અને અર્થાલંકારેથી સરસ શૈલીથી કર્યું છે. એ વાંચતાં-વિચારતાં મર્મજ્ઞ સુજ્ઞોને તેમની પ્રતિભા માટે અને દેવભક્તિ માટે બહુમાન ઉતપન્ન થાય તેવું છે. આ પ્રાકૃત લધુકાવ્યના સંસ્કૃત વ્યાખ્યાકાર–પંજિકાકાર આચાર્ય શ્રી સમુદ્રસૂરિના પ્રારંભ-પ્રાંતના સૂચનથી આપણે કવિનું નામ “ આચાર્ય શ્રીજીવદેવ એવું જાણુએ છીએ.
વ્યાખ્યાકાર સમુદ્રસૂરિએ પિતાને ચંદ્રકુલમાં થઈ ગયેલા ગાર્ગીટાચાર્યના સૂનુ-શિષ્ય) તરીકે જણાવેલ છે. પ્રાકૃત ભાષામાં ૧ભુવનસુંદરીકથાના રચનાર વિજયસિંહસૂરિના ગુરુનું નામ સમુદ્રસૂરિ હતું, પરંતુ તેઓ નાઇલ(નાગિલ) કુલના હોવાથી ચંકુલીન આ પંજિકાકાર સમુદ્રસૂરિ તેમનાથી ભિન્ન વ્યક્તિ જણાય છે.
પંજિકા–રથના-સંવત આ જિન-સ્નાત્ર-વિધિના વિષમ પદના અર્થને દર્શાવતી આ પંજિકા–વ્યાખ્યાની રચના પંજિકાકારે છ વર્ષો અધિક પસાર થતાં१ " इह आसि जय-पसिद्धो, निम्मल नाइल्लकुल-समुन्भूओ ।।
ત–સી–સંગમ–રો, સમુદ્ર તિ માયરિમો !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org