________________
[ ૭૭
આતમસંબંધન ] મિક્ષ તે પામશે જ, પણ ચારિત્ર સહિત હોય તે શીધ્ર મોક્ષને પામે છે, એમ અહીં જ્ઞાન ઉપરાંત ચારિત્રની વિશેષતા બતાવી છે.
મોક્ષમાર્ગમાં, અજ્ઞાનીના રાગરૂપ વ્રતાદિની તો કાંઈ કિંમત નથી, તે તે મેક્ષના માગથી બહાર છે; મોક્ષના માર્ગમાં કિંમત છે –આત્માના અનુભવની...! કિંમત કરવા જે ભગવાન આત્મા અંદર બિરાજે છે તેના અનુભવથી મોક્ષ મળશે. રાગની કિંમતમાં મોક્ષ નહીં મળે, તેનાથી તે સંસાર મળશે. જેવા કિંમત આપે તે માલ મળે.
જ્યાં શુદ્ધભાવરૂપી માલ નથી ત્યાં વિવેક વગરના જીવના મિથ્યાત્વસહિતના ગ્રતાદિ રાગભાવો તે સંસારનું જ કારણ છે. સમ્યગ્દષ્ટિને જે વ્રતતપ છે તેની સાથે શુદ્ધતાની વૃદ્ધિરૂપ વીતરાગભાવ છે, તેથી તે શીઘ મોક્ષને પામે છે. સમ્યગ્દર્શન હોવા છતાં
જ્યાં સુધી સ્વરૂપમાં સ્થિર થઈને મુનિદશા ન થાય ત્યાંસુધી મેક્ષ થતું નથી. અને જ્યાં એવી ઉગ્ર દશા થાય ત્યાં તે જીવ વ્રત-તપ સંયુક્ત મુનિ થાય છે, અને આત્માના અનુભવમાં એકાગ્ર થઈને શુદ્ધોપગ વડે શીધ્ર નિર્વાણને પામે છે.—ગીચંદમુનિ કહે છે કે અહા ! જિનવરનાથે આમ ફરમાવ્યું છે વીતરાગ સર્વજ્ઞ, સમવસરણરૂપી ધર્મસભાના નાયક, સો ઈન્દ્રોથી પૂજનીય, લાખો સંતેના સૂર્ય, કરોડો સાધુરૂપી જે તારામંડળ તેમાં ચંદ્ર સમાન શોભાયમાન, એવા શ્રી તીર્થકર જિનનાથના સર્વાગેથી જે ઉપદેશ નીકળે, તેમાં આમ કહ્યું છે કે શુદ્ધાત્માને જાણશે તો મોક્ષસુખને પામશે. હે ભાઈ! તને જે ભવદુઃખને થાક લાગ્યો હોય તે આ વાત સમજીને, અંતરાત્મા થઈને શુદ્ધાત્માને ધ્યાવ ને પરભાવને છે. જેથી તું મેક્ષસુખને પામીશ.
આમાને સ્વભાવ ઉત્કૃષ્ટપણે શુદ્ધ વીતરાગ છે; તેના અનુભવરૂપ, રાબવગરને મોક્ષમાર્ગ જિનના ઉપદે છે. ભવ્યજીવો ધર્મનું શ્રવણ કરીને આવો મોક્ષમાર્ગ સમજવા માંગે છે, તેને બદલે અરેરે, જ્યાં ઉપદેશક પોતે જ રાગને મોક્ષમાર્ગ મનાવતા હોય... ત્યાં શ્રોતા ક્યાં જાય? ઉપદેશકે જ આત્માને ન જાણતા હોય ને રાગને ધર્મ મનાવે, રાગથી મોક્ષ મનાવે ત્યાં શ્રોતા બિચારા શું કરે? અહીં સંતે કહે છે કે હે ભાઈ! તું એવી વિપરીત વાત સાંભળવી છોડી દેજે...બધેય રાગ મોક્ષને માટે અકાર્યકારી છે તે સંસાર માટે સફળ છે પણ મોક્ષને માટે નિષ્ફળ છે.
પ્રશ્ન –તેનાથી પુણ્ય તે બંધાયને?
ઉત્તર –હા, પુણ્યથી બંધાઈને જીવ સંસારમાં રખડે, રાગથી સંસાર ફળશે, મિક્ષ નહીં મળે. રાગના અભાવથી મેક્ષ મળે છે. સમ્યગ્દર્શન વગર રામનો અભાવ કે વિશેષ વિશુદ્ધપરિણામ થતા નથી કેમકે તે જીવ અનંતાનુબંધી કષાયમાં તે ઊભે જ છે....એટલે અંદરના શુદ્ધ ચૈતન્યભંડારની કૂંચી તેને હાથ આવી નથી, તે ચિતન્યભંડાર ખોલીને મોક્ષને પામી શકતું નથી. અરે, મિથ્યાત્વસહિતના શુભરાગની શી કિંમત? જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org