________________
આત્મસંબોધન |
ધર્મનું ક્ષેત્ર કેટલું? –કે આત્માના ક્ષેત્ર જેટલું. તે ક્યાંય બીજે બહારમાં નથી; અહીં (દેહની અંદર) આટલામાં જ તું છે, તેમાં નજર કરીને સ્વાનુભૂતિ કર એટલે અહીં જ ધર્મ થાય છે. સ્વાનુભૂતિ દ્વારા જ સ્વઘરમાં ને સ્વધર્મમાં પ્રવેશ થાય છે, એ સિવાય રાગવડે કે બાહ્ય ક્રિયા વડે ધર્મમાં પ્રવેશ નથી થતું. વિકલ્પ તે આત્મામાંથી બહાર કાઢવા જેવા છે, તેને સાથે લઈને સ્વભાવની અંદર પ્રવેશ કેમ થાય? તારે સ્વભાવ-ઘરમાં પ્રવેશવું હોય તે, વચ્ચેથી વિક૯યને દૂર કરીને, તારા ઉપયોગને સીધો આત્મામાં જોડી દે...
“–અરે, સીધું આત્માનું ધ્યાન?”
–હા, ભગવાન આત્મા અંદર બેઠો છે ને! સીધો તેમાં ઉપયોગ જેડ. બસ, આ રીતે આત્માને જાણતાં-અનુભવતાં તું શીધ્ર મોક્ષને પામીશ.
ગસારમાં ટૂંકી સરળ શૈલીમાં બહુ સરસ સમજાવ્યું છે.” [ ૨૩-૨૪ ]
સમ્યકત્વની દુર્લભતા
चउरासी लक्खहि फिरिउ कालु अगाइ अणंतु । पर सम्मत्तु ण लद्ध जिय एहउ जाणि णिभंतु ।।२५।। લક્ષ ચોરાશી યોનિમાં ભમિયો કાળ અનંત;
પણ સમકિત તેનવ લહ્યું એ જાણો નિર્દાન્ત (૨૫). અનાદિકાળથી માંડીને આજ સુધીનો અનંતકાળ ચોરાશી લાખ જીવનિમાં તું ભટક્યો, પણ હજી સુધી તે સમ્યક્ત્વને પ્રાપ્ત ન કર્યું, એમ તું નિસન્દહ જાણ–એમ જાણીને હવે સમ્યક્ત્વનો ઉદ્યમ કર. ચોથા દોહામાં પણ કહ્યું હતું કે સમ્યક્ત્વ વગર અનાદિ કાળથી મિથ્થાબુદ્ધિને લીધે જીવ સંસારમાં દુઃખી થઈ રહ્યો છે, તે દુઃખથી ભયભીત થઈને તેનાથી જે છૂટવા માંગતા હોય તેને માટે આ સંબંધન છે.
તીવ્રપાપ કરીને નરકાદિમાં ને પુણ્ય કરીને સ્વાદિમાં –એમ ચારે ગતિમાં, નિગદથી નવમી ગ્રેવેયક સુધીના ભાવમાં હે જીવ! તું સર્વત્ર રખડ્યો, પણ તારા ચિદાનંદ પરમાત્માને તે ક્યાંય ન દેખ્યા...હતા તે તે તારી સાથે ને સાથે... પણ તેની સામું તે ન જોયું, તેથી તું દુઃખી થયે.
ઘાણીમાં ને પાણીમાં, વીંછીથી ને નાગથી તું અનંતવાર માર્યો, તેમજ તું પોતે પણ પાણી–નાગ-વીંછી અન તવાર થયો; ભેગી પણ થયો ને ત્યાગી પણ થયું, પણ એ બધાથી પાર આત્મતત્વ શું છે તેની ઓળખાણ તે કદી ન કરી. હમણાં થોડા દિવસ પહેલાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org