________________
આત્મસંબંધન ] કરીને અંદરમાં ચૈતન્યસ્વભાવના વૈભવને વિસ્તાર કર્યો. એવા પરમાત્માના વૈભવને ઓળખીને “હું પણ આવો છું' એમ તું દેખ.-“જિનવર તે આતમ લખો..એ સિદ્ધાન્તને સાર.”
જૈનસંતનું કઈ પણ શાસ્ત્ર નાનું સૂત્ર છે કે મોટી ગાથા હો, તેમાં સર્વત્ર આત્માને પરમાત્મા સમાન પ્રસિદ્ધ કર્યો છે, પરમાત્મપદના ઢઢેરા પડ્યા છે. ધર્મધૂરંધર સંતને આ સાદ છે કે અરે જવ ! તારામાં ને જિનમાં કોઈ ફેર નથી.” તારો સ્વભાવ સિદ્ધસમાન છે, તેની ભાવનાથી અશુદ્ધતાનો નાશ થઈ જશે ને પર્યાયમાં જે ફેર છે તે પણ દૂર થઈને તું સાક્ષાત્ સિદ્ધ બની જઈશ. એકવાર તારા પૂર્ણ પરમાત્માસ્વભાવને તું દષ્ટિમાં લઈશ પછી કોઈપણ પરભાવમાં તને ગોઠશે નહિ, અધૂરાશમાં તને સંતોષ નહિ થાય; છતે સ્વભાવ દેખ્યા પછી પર્યાયમાં પરમાત્મપણાની અછત તને નહીં ગોઠ...એટલે પરમાત્મસ્વભાવને ધ્યાવી–ધ્યાવીને તું પર્યાયમાં પણ પરમાત્મા થઈને જ રહીશ.
હે મોક્ષાથી તું પ્રભુ છો?....કે પામર_બોલ! શેને તારે સ્વીકાર છે? પામરતા સ્વીકાર્યું પ્રભુતા નહીં આવે..ને પ્રભુતાના સ્વીકારમાં પામરતા નહીં રહે.
“પ્રભુતા...પ્રભુતા..ને પ્રભુતાને જ સ્વીકાર છે. ?
બસ, જ્યાં પ્રભુતાને સ્વીકાર આવ્યા ત્યાં જ સમ્યગ્દર્શન થયું એટલે દષ્ટિમાં તે વીતરાગ થઈ ગયે....ને પછી અલ્પકાળમાં જ તે પ્રભુતામાં સ્થિર થતાં તને વીતરાગતા ને સર્વજ્ઞતા થઈ જશે. માટે માયાચાર અને વિકલ્પોને છોડીને સીધેસીધો તારી પ્રભુતાને સ્વીકાર કરી લે.
જે વિકલ્પમાં-રાગમાં ધર્મ માને તેને માયાચાર અને વિકલ્પ થયા વગર રહે જ નહિ; કેમકે તેણે રાગથી લાભ માનીને રાગ વગરના સ્વભાવમાં વક્રતા કરી, તે અનંતાનુ બંધીને માયાચાર છે. એવા માયાચારને છોડીને, વિક૯પ વગર, તું સરલપણે તારા પરમાત્મસ્વરૂપનો સ્વીકાર કરી લે...તો તારું કલ્યાણ થશે. (પં. બનારસીદાસ ) “જિન સેહી હૈ આતમાં, અન્ય હોઈ સે કર્મ
એહી વચનસે સમઝ લે જિનપ્રવચનકા મર્મ. ” (શ્રીમદ્ રાજચંદ્ર ) “જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ
લક્ષ થવાને તેને કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.”
સર્વ જીવ છે સિદ્ધસમજે સમજે તે થાય.” (કુંદકુંદસ્વામી ) જેવા જીવે છે સિદ્ધિગત તેવા સંસારી છે.” (ગીન્દુ મુનિ ) “જિનવર તે આતમ લખે.એ સિદ્ધાંતિક સાર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org