SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ નિ વેદ ન પરમાત્મપ્રકાશ’–જે આત્મભાવનાથી ભરેલું અત્યંત સુગમ અધ્યાત્મશાસ્ત્ર જૈનસમાજમાં ખૂબ પ્રસિદ્ધ છે–તેના રચનાર શ્રી યોગીન્દુ-મુનિરાજે, સંસારથી ભયભીત ચિત્ત, “આત્મ-સંબંધન અર્થે ૧૦૮ દોહાની રચના કરી છે, જે “ગસાર” નામથી પ્રસિદ્ધ છે. તેના ઉપર પૂ. શ્રી કાનજીસ્વામીનાં (ઈ. સ. ૧૯૬૬ માં ગુરુદેવના ૭૭ મા વર્ષે થયેલા) આ પ્રવચન છે. પરમશાંત આત્મભાવનાથી ભરપૂર આ પ્રવચનોના લેખન-સંકલન વખતે, ટેપદ્વારા શ્રવણ વખતે, કે આ પુસ્તક દ્વારા ફરીફરી તેની સ્વાધ્યાય કરતી વખતે, સ્મરણ થાય છે–વહાલા ગુરુકહાનનું... “ભગવાન આત્માનું જ પરમાત્મા’ એવા એમના રણકારના પડઘા પ્રવચનના શબ્દેશબ્દ ગૂંજી રહ્યા છે. અહા, પિતાના પરમાત્મતત્વની અનુભૂતિ જે ગુરુના નિમિત્ત થઈ તેમના ઉપકારની શી વાત! ગુરુદેવના શ્રીમુખથી આત્માના પરમાત્મપણાની સિંહગર્જના સાંભળીને મુમુક્ષુઓ મુગ્ધ બની જતા. ઊંઘતા મુમુક્ષુઓ જાગી ઊઠતા....ને વીરતાથી પોતાના પરમાત્મસ્વરૂપને દેખવા માટે કટિબદ્ધ થતા. ચૈતન્યના રણકારથી ભરેલા આ પ્રવચને વાંચતાં જિજ્ઞાસુને એમ થશે કે જાણે અત્યારે જ ગુરુદેવ બોલી રહ્યા છે. ગ્રંથની પ્રતિપાદન શૈલિ ઘણી સુગમ અને આત્મસ્પર્શી છે, તેની સાથે અનેક –ચિત્ર આપીને વધુ સુગમ અને આકર્ષક બનાવેલ છે. આ પુસ્તક તૈયાર કરવાની પ્રેરણા ભાઈ શ્રી સુમનભાઈ આર. દોશી (શ્રી જૈન સ્વા. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તથા મહામંત્રી) દ્વારા પ્રાપ્ત થઈ છે, તથા શ્રીમતી સરલાબેન એચ. દોશીને, પૂ. ગુરુદેવ પ્રત્યેની ઉપકારબુદ્ધિથી પ્રેરાઈને તેમજ પિતાના અધ્યાત્મરસની પુષ્ટિ અર્થે આ પુસ્તક છપાવવાની ભાવના જાગી; તેમની ભાવના અનુસાર, “શ્રી જૈન સાહિત્ય-વિકાસ મંડળ” (હસ્તે શ્રી ચંદ્રકાન્તભાઈ) દ્વારા આ પુસ્તકનું પ્રકાશન થાય છે, જિનવાણીના આ પ્રકાશનકાર્યમાં સહકાર બદલ સૌને ધન્યવાદ! મુમુક્ષુ સાધર્મ જનો ! આ અસાર સંસારથી ભય પામીને, તેનાથી છૂટવા અને પરમ સિદ્ધિસુખને પામવા તમે આ શાસ્ત્રમાં કહેલા પોતાના પરમાત્મતત્વની વારંવાર ભાવના કરીને, એકાગ્રચિત્તે તેને અનુભવ કરજો, -બ્ર. હરિલાલ જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy