________________
૩૪ ?
[ ગસાર-પ્રવચન : ૧૪ અહો, બંધ-મોક્ષને આ એક સિદ્ધાંત બરાબર જાણે તે જીવ બંધભાવથી પાછો વળી જાય, ને સ્વાશ્રયે સમ્યગ્દર્શનાદિ ક્ષભાવ પ્રગટ કરે.
હે ભાઈ! તને તારા પરિણામ જ દુઃખ-સુખનું કે બંધ-મેક્ષનું કારણ છે, બીજું કંઈ નહીં –એમ જે તું બરાબર સમજીશ....તે તેને બીજા ઉપર નકામા રાગદ્વેષ નહિ થાય; એટલે દુઃખદાયક એવા પિતાના મિથ્યાત્વ–ક્રોધાદિ બંધભાને છેડીને તું સમ્માદિ મોક્ષભાવને પ્રગટ કરીશ. પણ જે તારા બંધ-મેક્ષ કરાવનાર બીજાને માનીશ, તે છૂટવાનું તારા હાથમાં ક્યાં રહ્યું ? –તું પરાધીન થઈ ગયે! અને પરને સુખ-દુઃખ દેનારાં માનીશ એટલે તેના ઉપર રાગદ્વેષ થયા વગર રહેશે જ નહીં. માટે ભગવાન કહે છે કે હે જીવ!
ઝક તારા મિથ્યાત્વ-કષાયભાવેને જ તું બંધનું ને દુઃખનું કારણ જાણીને તેને છોડ. * તારા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગ ભાવોને જ એક્ષ-સુખનું કારણ
જાણીને તેનું સેવન કર.
જે જીવ, ભગવાન આત્માની શુદ્ધ ચૈતન્યસમ્પદાને ભૂલી જાય છે, ને “આ મને કિક, આ મને અઠીક’ એમ પરની અધિક કિંમત કરીને સ્વભાવને અનાદર કરે છે, તેના મિથ્યાત્વ સહિતના ક્રોધાદિ કષાયભાવ જ તેને બંધનું કારણ છે. આ એક જ બંધનું કારણ છે, બીજુ કઈ પરદ્રવ્ય બંધનું કારણ નથી, તેમજ જીવનાં અશુદ્ધ પરિણામ અને જડ કર્મ એ બંને ભેગાં થઈને બંધનું કારણ થાય-એમ પણ નથી. બંધમાં બીજુ નિમિત્ત ભલે હો પણ જીવને બંધન તો પિતાના ભાવથી જ છે.
અને, બંધભાવમાંથી સવળી ગુલાંટ ખાઈને, તે જ આત્મા પોતાની ચિતન્યસંપદાને અપાર મહિમા જાણીને, સ્વરૂપસન્મુખ થઈને શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતાના વીતરાગ પરિણામ કરે તે જ તેને મોક્ષનું કારણ છે, બીજું કઈ મેક્ષનું કારણ નથી. દેહની ક્રિયા જેમ બંધનું કારણ નથી તેમ તે મોક્ષનું કારણ પણ નથી.
મેહભાવ હોય તે જ જીવને બંધન થાય છે. ભગવાન અરિહંતને સમવસરણાદિ હોવા છતાં, તેમજ બીજા ઉદયભાવોની ક્રિયા (દિવ્યધ્વનિ, વિહાર વગેરે) હોવા છતાં, પિતાના ભાવમાં મેહના અભાવને લીધે તેમને બંધન થતું નથી, ઉલટું તે કર્મોને ક્ષય થાય છે, તેથી તે ક્રિયાઓને કુંદકુંદસ્વામીએ “ક્ષાયિકી ક્રિયા' કહી દીધી છે. કે છતાં બધા ને લાગુ પડે તે સિદ્ધાન્ત આ છે કે –
સ્વભાવની સન્મુખ પરિણામ વડે મોક્ષ. સ્વભાવથી વિમુખ પરિણામ વડે બંધ. બંધ મેક્ષ પરિણામથી...કર જિનવચન પ્રમાણ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org