________________
૩૨
[ યેાગસાર--પ્રવચન : ૧૩
કેવુ છે તે જાણે....તે તેમાં વસે ને ! સ્વને જાણીને તેમાં ઉપયાગ જોડવા....તે જ મેાક્ષને માગ ! રાગમાં ઉપયાગ જોડવા તે બંધમા ને તે જ સંસાર. પરને--કાયાને ને કષાયને માહ તૂટે તે તપ થાય. મેહ તૂટચા વગર તપ થાય નહિ. મેને તેડે તે મેાક્ષને સાધે, તપમાં તે ચૈતન્યને પ્રતાપ છે, રાગદ્વેષ વગરની ઉજ્જવલતા છે. આવા તપની ભાવના સમ્યગ્દષ્ટિને હાય છે....કયારે પરિગ્રહના રાગ છોડીને નિગ્રંથપણે નિજસ્વરૂપમાં રમુ...ને તેના ધ્યાનમાં તલ્લીન થઈને કેવળજ્ઞાન પામુ ?-તે દશા એવી દશા આવ્યે જ મેાક્ષ પમાય છે.
ધન્ય છે.
બહારના ત્યાગ વડે કે શુભરાગ વડે કાંઈ મેક્ષ પમાતા નથી. અરે, એનાથી આત્મજ્ઞાન પણ નથી પમાતુ, આત્મજ્ઞાનની રીત પણ તેનાથી જુદી છે. નિરૂપને નિજ જાણતાં આત્મજ્ઞાન થાય....ને પછી તેમાં ઠરતાં તુરત મેક્ષ પમાય.
આત્મજ્ઞાન કેમ પમાય ?-કે આત્માને જાણવા માટે આત્માની સન્મુખ જોવું જોઈ એ; આત્માથી વિમુખ રહીને બીજાની સામે જોયે આત્મા ન જણાય. ખરેખર જો આત્માને જાણવા ચાહતે હો તેા જ્ઞાનને આત્માની સન્મુખ કરીને પૂછ....કે હું આત્મા ! તુ કાણુ છે ? તું શેમાં રહેલા છે? તારી પાસે કેટલા વૈભવ છે ?—આ રીતે જ્ઞાનને અંતમુ ખ કરીને તું ઉદ્ઘા–પેાહુ (-ઈહ્રા-અવાય) કરીશ ત્યાં અંદરથી આત્મા જવાબ આપશે કે આ હું ચૈતન્યસ્વરૂપ છે, અનંતગુણુની મારી ચૈતન્યવિભૂતિ છે તેમાં હું રહેલા છું. રાગમાં કે જડમાં મારા વાસ નથી. ~આ રીતે આત્મા વડે આત્માને એળખવે; તેને એળખવાનુ બીજુ કોઈ સાધન બહારમાં નથી; રાગને સાથે લઈને જઈશ તે આત્મા જવાબ નહી' આપે. જ્ઞાનને અંતર્મુખ કરીને ‘ આ આત્મા હું....આ જાણનાર-દેખનારઆનંદમાં રહેલા હું '. ’—આ પ્રમાણે આત્મા વડે જ આત્મા જણાય છે, અનુભવમાં આવે છે. આ રીતે શુદ્ધ આત્માના શ્રદ્ધાન-જ્ઞાન કરીને, પરભાવાથી ખસીને સ્વમાં વસવુ' તે તપ છે. આવા તપ વડે શીઘ્ર પરમાત્મપદ થાય, પછી તે જીવ સ ંસારમાં આવે નહિ.
ઉત્કૃષ્ટ એવા ચૈતન્યભાવમાં વસવુ' તે ખરે ઉપવાસ ’ તપ છે; ને આવે! તપ તે ધ છે. બાકી ક્રોધાદ્રિ પરભાવમાં વાસ તે કાંઈ ઉપવાસ નથી, તે તેા અશુદ્ધતામાં વાસ એટલે કે હીનવાસ છે. ભાઈ, તપ તા જીવમાં થાય છે, કાંઈ શરીરમાં નથી થતા. ઉપવાસ તે ધર્માત્મા પણ કરે; ત્યાં બહારમાં આહાર–પાણી ન આવ્યા તે જુદી વાત છે, અને તે વખતે અંદરમાં ચૈતન્યપરિણામની વિશુદ્ધતા થઈ તે તપ છે; તે તપ જીવમાં થાય છે ને તેનું ફળ મેાક્ષ છે. જેમ ગળપણુના સ્વાદમાં લુબ્ધ થયેલી માંખી તેને છેડતી નથી, તેમ ચૈતન્યના મહા આનદની મીઠાશના સ્વાદમાં તલ્લીન થયેલા મુનિવરે તેમાંથી બહાર આવતા નથી; તેમાં જ લીન રહીને શીઘ્ર કેવળજ્ઞાન અને મેાક્ષને પામે છે. [૧૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org